Gujarat
શાળાના બાળકોને તિથિ ભોજન કરાવી પુત્રીના જન્મદિવસ ની કરી ઉજવણી.
આજરોજ અધિક શ્રાવણ માસના પવિત્ર સોમવાર ના દિવસે બાકરોલ ગામના દીપસિંહ ફતેસિંહ ગોહિલ ના પુત્ર કૃણાલસિંહ ના પુત્રી ચિ. માધવીબા ના પ્રથમ જન્મદિવસ નિમિત્તે એક ઉચ્ચ વિચાર આવતા તેમને તેમની ખુશી અને જન્મદિવસ ઉજવણી બાળકો સાથે કરવાનું વિચાર્યું અને પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ ના કુલ મળી 700 બાળકોને તિથિ ભોજન આજના પવિત્ર દિવસે આપવામાં આવ્યું.
તમામ બાળકોએ આ નાની માધવી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ માં ગામમાંથી ઘણાં સેવાભાવી યુવાનોએ ખુબજ સહયોગ કર્યો હતો.શાળા પરિવાર આ દાતા તેમજ ગામના સેવાભાવી યુવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતાં આનંદ અનુભવે છે.