Panchmahal

પરોલી મુકામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી

Published

on

(ગોકુળ પંચાલ દ્વારા)

આજરોજ પરોલી મુકામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની પરોલી કેન્દ્રીય વર્તી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ ગંગા શરણસિઘ IFS ગાંધીનગર થી ઉપસ્થિત રહ્યા હતા લાઈઝન અધિકારી રામસિંગ રાઠવા આચાર્ય મોડેલ સ્કૂલ ધનેશ્વર લાઈઝન અધિકારી કિરણસિંહ ઝેડ ચાવડા સી.આર.સી ઘોઘંબા તેમજ પરોલી પ્રાથમિક શાળા ના આચાર્ય શૈલેષભાઈ ભોઈ શિક્ષણ રમણભાઈ પરમાર શાત્રળા નો સ્ટાફ તેમજ પરોલી ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ ગણપતભાઈ ચીમનભાઈ નાયકા ભાજપના ના કાર્યકર્.

Advertisement

રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ નિલેશભાઈ મકવાણા આંગણવાડી કાર્યકર્તા બહેનો શાળાના બાળકો અને ગામમાંથી પધારેલા વાલીઓ શાળાપવેશઉત્સવ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરથી આવેલા અધિકારી ગંગાશરણસિંહ પરોલી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ક્ષતિ દેખાઈ હતી ત્યાં ટકોર પણ કરવામાં આવી હતી જેમાં પરોલી ગામના રોડ રસ્તાઓ સિંચાઈ કેનાલ પરોલી દૂધ ડેરી આ તમામ વસ્તુઓની પૂછપરછ ગામ લોકોને કરવામાં આવી હતી તેમજ નવા સ્કૂલના ઓરડા માટે પણ ઘટતું કરવા ખાતરી કરવામાં આવી હતી બાળકોને પેન ચોપડી પેન્સિલ આપી પહેલા ધોરણમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.

જ્યારે ગામ માં ચાલતા સખી મંડળોની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સબ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ પૂછપરછ કરવામાં આવી હતી

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version