Panchmahal

હાલોલ માં મોહરમ પર્વની ઉજવણી યા હસન, યા હુસેન, યા અલી ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું

Published

on

(કાદિર દાઢી દ્વારા)

પંચમહાલ જિલ્લા હાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મુસ્લિમ બિરાદારોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસકાઢવામાં આવ્યું હતું . જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. યા હસન, યા હુસેન, યા અલી ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતુ , સવારથી જ મોહરમ પર્વને લઈને હાલોલ શહેર માં અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે.

Advertisement

કલાત્મક તાજિયા ને હાલોલ નગર ના મુસ્લિમ વિસ્તારો માં ફેરવ્યા બાદ સાંજે હાલોલ શહેરના તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવશે. મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ શહેરમાં આવેલા હુસેની કમિટી’ દ્વારા તાજીયાને કલાત્મક શણગારવામાં આવ્યા હતા. બપોર પછી તાજીયાનું જુલસ કાઢવામાં આવશે જેને લઇને હાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

હાલોલ મુસ્લિમ કસ્બા,મોહંમદી સ્ટ્રીટ,મોંઘાવાડા,બાદશાહ બાવા,કરીમ કોલોની ,કોઢિ ફળિયા વગેરે વિસ્તારોમાં મોહરમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

Trending

Exit mobile version