Panchmahal
“આઈ લવ સ્પેરો” થીમ સાથે વિશ્વ ચકલી દિવસ 2023ની ઉજવણી

પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાની ઇકો કલબ જાંબુ દ્વારા અનોખો ચકલી પ્રેમ: વિશ્વ ચકલી દિવસ પર ચકલી બચાવવા નવતર પ્રયોગ, સ્પેરો હાઉસ બનાવાયું.શાળા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિતે ચિત્ર સ્પર્ધા અને વિવિધ કૃતિઓની લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની (World Sparrow Day) ઉજવણી કરવામાં આવે છે. ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે ચકલીઓ માટે માળો બનાવવા માટે જગ્યા નથી ત્યારે તેમના માટે ઘર જરુરી છે. જયાં પીવાના પાણી અને ચણની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય. ત્યારે આ ચકલીઘરમાં ચકલીઓ માળો બાંધી ઇંડા મૂકીને બચ્ચા ઉછેર કરે છે.બાળકોએ રૂપકડા ચકલીઘરો બનાવીને મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં કયાં પણ તેને લટકાવી ચકલીઓને બચાવવા માટે ઉમદા પ્રયત્ન થકી સૌને પ્રેરિત કર્યા હતા.ચકલીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવાની ઈકો કલબ જાંબુની સરાહનીય પહેલને શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ આવકારી હતી.