Chhota Udepur
જેતપુરપાવી ના કલારાણી ખાતે તાલુકા કક્ષાનો ૭૪મો વન મહોત્સવની ઉજવણી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાત રાજ્યમાં ૭૪મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના સૂત્ર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાતભરમાં દરેક જિલ્લા સ્તરે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં કલારાણી રંગલી ચોકડી એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ૭૪મા વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું કે, વૃક્ષો આપણા જીવનમાં સંત જેવું કામ કરે છે. વૃક્ષો પોતાના જીવનને સમર્પિત કરી આપણાને ઓક્સીજન આપે છે. તો આજની પેઢીની જવાબદારી છે કે, તેઓ વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરી આપણી ભારત ભૂમિને વૃક્ષ આચ્છાદિત કરી પર્યાવરણની જાળવણીમાં ભાગીદારી લે. વન મહોત્સવ વિશે વાત કરતા ધારાસભ્ય જણાવ્યું હતું કે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુન્શીએ ઇસ ૧૯૫૦માં કરી હતી. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વૃક્ષ આચ્છદિત કરવાનો સંકલ્પ લીધો હતો.
એ સંકલ્પને સાકાર કરવા હાલની ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આ પવિત્ર પરંપરાને આગળ વધારી રહી છે. આજે ૭૪મા વન મહોત્સવ ઉજવણી આપણે એક પવિત્ર જગ્યા પર કરી રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ એક સંકલ્પ લેવાની પણ જરૂર છે કે આપણે આજે જે છોડ વાવી રહ્યા છીએ તેને દત્તક લઇને તેનું જનત કરીએ, એ આપણા સૌની એક નૈતિક જવાબદારી પણ છે. આ સાથે જીલ્લાના દરેક નાગરિકે એક છોડનું વાવેતર કરીને તેને દત્તક લઇને તેના જતનની નૈતિક જવાબદારી પણ લેવી જોઇએ, જેનાથી આપણે ક્લાયમેન્ટ ચેન્જને કારણે થતી અસરોને ઘટાડવામાં સહભાગી થઈ શકીશું.
વાવે ગુજરાત’ને ચરિતાર્થ કરી વધુને વધુ હરિયાળું બનાવવાના હેતુ સાથે આ મહાઅભિયાનમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા, આગેવાન મુબારકભાઈ, સરપંચ રાકેશભાઈ તથા જેતપુર પાવી સામજિક વનીકરણ રેન્જ આર.એફ.ઓ આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા