Connect with us

Ahmedabad

શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ – વાઘજીપુરમાં ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી

Published

on

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ રાષ્ટ્રીય પર્વે  સંત શિરોમણી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને અનેક શુભકામના…, આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ. દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી.

દર વર્ષની જેમ આ વખતે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન 9 ઓગસ્ટથી શરૂ થયું છ અને આજે 15 ઓગસ્ટ પૂર્ણ થશે. આ અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. દેશના ખૂણે-ખૂણેથી ‘હર ઘર તિરંગા’ના નારા ઠેર ઠેર ગૂંજી રહ્યા છે.

Advertisement

દેશની આઝાદીના 78વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું હતું.

તિરંગો આપણા દેશની ઓળખ છે અને ભારતને એક આઝાદ અને લોકતાંત્રિક દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે. ભારતીય ધ્વજમાં ત્રણ રંગના પટ્ટા છે. તેમાં સૌથી ઉપર કેસરી પટ્ટો છે, જે ભારતની તાકત અને સાહસનું પ્રતિક છે. વચ્ચે સફેદ રંગ છે, જે શાંતિ અને સત્યનું પ્રતિક છે. સૌથી નીચે લીલો રંગ છે. જે આપણા દેશની હરિયાળી, વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. તિરંગાના વચ્ચે એક બ્લ્યૂ રંગનું અશોક ચક્ર છે, જેમાં 24 આરા છે. અશોક ચક્ર દેશની ગતિશીલતા અને વિકાસ ચક્રનું પ્રતિક છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, વાઘજીપુરમાં ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વે મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામીએ ઉત્સાહભેર રાષ્ટ્ર ધ્વજને સલામી આપી ફરકાવ્યો હતો. પૂજનીય સંતો, પ્રિન્સિપાલ, પ્રોફેસરો, પ્રમુખ, મંત્રી, ગ્રામ્યજનો તથા પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!