Gujarat
સી પી પટેલ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો 9મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી

(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તા.૨૧ જૂનને વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે આજે તાલુકા કક્ષાનો સી.પી.પટેલ હાઇસ્કુલ સેવાલીયા ખાતે 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ગળતેશ્વર મામલતદાર સોહિણીબેન પટેલ,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી સુમેરા તથા નરેન્દ્રભાઈ ,શાળાના આચાર્ય જયવીરસિંહ મહિડા બજારના અગ્રણી પાલ શેઠ,ટીનાભાઈ શાહ,નીતિનભાઈ પટેલ, પે સેન્ટરના શાળાના આચાર્ય હર્ષદભાઈ શર્મા પંતજલી યોગ સમિતિના સભ્યો,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગળતેશ્વર તાલુકાની ટીમ તથા સી. પી પટેલ હાઈસ્કુલ તથા તન્મય પ્રાયમરી સ્કુલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં યોગ વિશે માહિતી આપી યોગ કરવામાં આવ્યા હતા.