Panchmahal
હાલોલ ફાયર ફાયટર દ્વારા અગ્નિસમન સેવા દિનની ઉજવણી
હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા 14 મી એપ્રિલ શુક્રવારના રોજ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વર્ષ 1944 માં 14મી એપ્રિલના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જ્વલનશીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં આગને હોલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જીવની પરવા કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી કાજે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300 થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.
જેમાં કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જીવને ન્યોછાવર કરી પોતાના પ્રાણની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ અગ્નિસમન સેવા દિન મનાવાય છે.જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા ૧૪ મી એપ્રિલ શુક્રવારના રોજ અગ્નિસમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિસમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ને વિવિધ કાર્યક્રમો થકી ૧૪ મી એપ્રિલ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી હતી અને ફાયર બ્રિગેડના દેશના તમામ નામી અનામી ફાયર ફાઈટર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટર ના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું.