Gujarat
આણંદ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજમાં ક્રાંતિ દિવસની ઉજવણી
આણંદ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજમાં ક્રાંતિ દિવસની ઉજવણી
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડૉ. મનોજભાઇ પટેલના માર્ગદર્શન અને તેમની શુભેચ્છાઓસહ ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. પ્રેમચંદ કોરાલી તથા આઇ.કયૂ.એસ.સી.ના કોર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગઢવીના વરદ હસ્તે તૃતીયવર્ષ બી.એ.ના વર્ગખંડમાં ઐતિહાસિક મ્યુઝિયમ તથા ઇતિહાસ વિશેના જ્ઞાન ગંગા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રાંતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. તેમાં સૌપ્રથમ શહીદવીર ભગતસિંહની તકતીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજુ કરી.
કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથિનું શાબ્દિક સ્વાગત-પરિચય ડૉ. ભાવનાબેન પ્રજાપતિએ કર્યું તથા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના ક્રાંતિકારીઓ શહીદવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પોતાના વક્તવ્યો રજૂ કર્યા અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ડૉ. સુરેશભાઈ ગઢવીએ અતિથિ વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓના બલિદાન અને તેમની દેશ ભક્તિના કારણે જ આપણે આજે સ્વતંત્રતાના મીઠા ફળ માણીએ છીએ તથા અધ્યક્ષીય ઉદબોધનમાં ડૉ. પ્રેમચંદ કોરાલીએ કવિઓ અને સાહિત્યકારોએ ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓના ગુણગાન ગાઈ આપણને આઝાદીના અમૃત ફળ વિશે સવિસ્તાર માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ઉર્વશી રાઠોડ તથા સંજય ડામોરે સાંભળ્યું હતું. આભાર દર્શન ડૉ. મુકેશભાઈ જોશીએ કર્યું હતું.