Gujarat

ખેડા જિલ્લાના અલીણા સહિત બારેગામોમાં શહીદ ઇમામ હુસેનની યાદ માં મોહર્રમ પર્વની ઉજવણી

Published

on

ખેડા જિલ્લામાં આવેલ બારે ગામ માં મોહર્રમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરાઇ હતી સદીઓ પેહલા અસત્ય  અને જુલ્મ ની સામે એક તરફ લાખો યઝીદ ની ફોઝ સામે ફકત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથિયો એ સતત 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી યુદ્ધમાં શહીદી મેળવી હતી

આજે આટલી સદીઓ પછી પણ સત્ય માટે શહીદ થયેલા હજરત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ ની યાદ માં તાજીયા બનાવી મોહરમ નો પર્વ સમગ્ર વિશ્વ માં માનનાવામાં આવે છે

Advertisement

ત્યારે સમગ્ર ખેડા જિલ્લા માં શાંતિ પૂર્ણ રીતે મોહરમ ની ઉજવણી કરવામાં આવી જેમાં નડિયાદ,મહુધા, કઠલાલ,કપડવંજ,મહેમદાવાદ,ડાકોર, ઠાસરા, વડથલ, અલીણા,વાડદ,ઝરગાલ,કાલસર,ઢુનાદરા જેવા નાના મોટા શહેરો તેમજ ગામો માં કલાત્મક તાજીયા બનાવી મોહરમ ની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ અત્રે ઉલ્લેખનીય છેકે ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે પટેલ પરિવાર દ્વારા તાજીયા બનાવડાવી કોમી એકતા ની મિસાલ પુરી પાડી હતી

(પ્રતિનિધિ – રઇસ મલેક અલીના મહુધા)

Advertisement

Trending

Exit mobile version