Chhota Udepur

આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ જેતપુરપાવી ખાતે કેક કટિંગ કરી શિક્ષક દિન ની ઉજવણી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ચાણક્ય એ કહ્યું છે કે…’શિક્ષક કભી સાધારણ નહીં હોતા..’ કારણ ગણિત, વિજ્ઞાન, ભાષા, મનોરંજન કે રમત ગમત માં નિષ્ણાત થવા માટે સારા શિક્ષકની જરૂર પડે છે.

Advertisement

શિક્ષણ ક્ષેત્રને સારો અને સાચો માર્ગ બતાવનારા શિક્ષકો ની સખત જરૂર પડે છે. કારણ પોતાના ક્ષેત્ર માં મોટા પદ પર બિરાજમાન માણસો પણ એ ઉંચાઈ સુધી પહોંચાડનારા એ શિક્ષકના એક વિચાર ને જીવનભર યાદ રાખે છે. ૫ સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન એક ઉમદા વિદ્યાર્થી અને શ્રેષ્ઠ શિક્ષક હતા. એમની યાદ માં ભારત માં ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. શાળા ઓમાં વિવિધ કાર્યક્રમો થાય છે. શિક્ષક દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કેટલીક શાળા ઓ ભવિષ્ય ના શિક્ષક તૈયાર કરવા તેમજ શિક્ષકો કેવી રીતે તૈયારી કરી વિદ્યાર્થીઓ ને ભણાવે છે. એ માટે તેજસ્વી બાળકોને એક દિવસ માટે શિક્ષક બનાવે છે. વિષયની રુચિ અને આવડત પ્રમાણે શિક્ષકની જેમ જ તૈયારી કરી વર્ગખંડમાં એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય કરે છે. શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પણ થાય છે.

Advertisement

ત્યારે આજરોજ તુલસી સેવા શ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ જેતપુરપાવી ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. એ.એન.એમ ,જી.એન.એમ ની વિદ્યાર્થીઓ અને આચાર્ય રીંકલબેન સહીત સ્ટાફ સાથે કેક કટિંગ કરી ઉજવણી કરી.

Advertisement

Trending

Exit mobile version