Connect with us

Gujarat

વડોદરામાં મનપા દ્વારા “વિશ્વ હ્રદય દિવસ”ની ઉજવણી

Published

on

શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે  હૃદય રોગ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

યોગ એ આપની ભારતીય સંસ્કૃતિની દેન છે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફક્ત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરી દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર કેમ્પ, કાઉન્ટડાઉન કાર્યક્રમ, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી વિગેરે કાર્યક્રમ કરી છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં વિશ્વ હૃદય દિવસના અનુસંધાને તા.૨૯ સ્પટેમ્બરના  રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

હૃદય દિવસની જનજાગૃતિ માટે યોગ બોર્ડ દ્વારા ચાલતા નિયમિત નિશુલ્ક યોગ વર્ગોમાં પ્રચાર પ્રસાર તથા યોગ જાગરણ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી નિમિત્તે અકોટા સ્ટેડિયમ ખાતે હૃદય રોગ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

હૃદય રોગ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે અને યોગ તેની રોકથામમાં અસરકારક સાધન સાબિત થયું છે. નિયમિત યોગ અભ્યાસ રક્ત પરિભ્રમણ સુધારીને તનાવ ઘટાડીને અને હૃદયના સ્નાયુઓને મજબૂત કરીને હૃદયના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરે છે. યોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને શરીરમાં સકારાત્મક ઊર્જા વધારે છે જે હૃદયને સ્વાસ્થ્ય અને રોગમુક્ત રાખવામાં ફાળો આપે છે. આ કાર્યક્રમમાં હૃદય રોગની રોકથામ અને હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થતા સરળ અને અસરકારક યોગ આસનો અને પ્રાણાયામ વિશે નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાગ લેનારા તેમના રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરવા અને તેમની કુલ સુખાકારીમાં સુધારો કરવા માટે વ્યાવહારિક ટેક્નિક શીખ્યા. આ સાથે  આકસ્મિક હૃદય બંધ થાય ત્યારે આપવામાં આવતી ઈમરજન્સી સી.પી.આર. ની ક્રિયાનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેની વિશેષ  તાલીમનું આયોજન યોગ વર્ગમાં કરવામાં આવશે.

“વિશ્વ હૃદય દિવસ” નિમિત્તે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત “યોગ દ્વારા હૃદય રોગ નિવારણ”  શિબિર મા હાજર મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરાના સૌ યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો સાથે યોગપ્રેમી મિત્રોએ ભાગ લીધો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપવા બદલ ઝોન કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પંચાલ, પતંજલિના લક્ષ્મણભાઈ ગુરુવાણી, બ્રહ્માકુમારીના દુષ્યંતભાઇ, નયનાબેન મોદી, સહયોગ હોસ્પિટલના ડો. હેમંતભાઈ બ્રહ્મભટ્ટ, રિલાયન્સના મનોજભાઈ શાહ અને આર્ય સમાજના આર્યવીર રાજકીશોરજી, સિવિલ ડિફેન્સ સંસ્થાના ચીફવોર્ડન મહેન્દ્રભાઈ પટેલ ત ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા કોઓર્ડીનેટર ડો. મીનાક્ષીબેન પરમાર અને સુનિલભાઈ પટેલ દ્વારા રિશીકાબેન વંજાની અને સીબાબેન મનોજના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!