Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવીશ્વર સ્મારક ખાતે ઉજવણી

Published

on

મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આઠ વર્ષની બાલ્યાવસ્થામાં દર્શન કર્યા હતા, એવા કવીશ્વર’ અને ‘વાણી રાણીના વકીલ’ તરીકે ઓળખાતા દલપતરામનો જન્મ ૨૧મી જાન્યુઆરી, ૧૮૨૦માં વઢવાણમાં થયો હતો. પિતા ડાહ્યાભાઈ ત્રવાડી વેદપાઠી બ્રાહ્મણ હતા. માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે શરૂઆતમાં વેદ ભણવાનું શરૂ કર્યું પછી સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો. દેવાનંદ સ્વામીના સંપર્કમાં રહી કાવ્યશસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું જ્ઞાન મેળવ્યું. આ રીતે અંત સુધી સંપ્રદાયના કવિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓશ્રીએ સમાજની, વિદ્યાજગતની અને સાહિત્યજગતની ઘણી મોટી સેવા કરેલી છે. એમના સમયના એ એક અગ્રણી સંસ્કારપુરુષ હતા એથી એમના સમગ્ર કાર્યને ‘સાહિત્ય દ્વારા કરેલી  સંસ્કૃતિસેવા’ તરીકે પણ ઓળખાવી શકાય.

અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર  પ્રથમ આવતા કવિ. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ. નવીન પરિબળોના સબળ ને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી. વિદ્યાવૃદ્ધિ, સમાજસુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું. એ જીવનકાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો. ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે.ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં. નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ.અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપતશૈલીની અસર રહી છે. દલપતરામ જેમ સંસ્કારશિક્ષક હતા તેમ કવિતાશિક્ષક પણ હતા.અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે. આમ, અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવીશ્વર સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કવીશ્વર દલપતરામે ૧૮૫૮માં પ્રસિદ્ધ કરેલ ‘શેહેરના સુધારા વિષે નિબંધ’ની નવી સંવર્ધિત આવૃત્તિનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ ૧૬૬ વર્ષ પૂર્વે કવીશ્વર દલપતરામ કૃત ‘શેહેરના સુધારા વિષે નિબંધ’ની પ્રસ્તુતતા દર્શાવવામાં આવી હતી. અમદાવાદ,રીલીફ રોડ કેલિકો ડોમની સામે આવેલી લમ્બેશ્વરની પોળમાં કવિ દલપતરામ સ્મારકે મોટી સંખ્યામાં સંતો, કવીશ્વર પરિવારના સભ્યો અને ધી ગુજરાત સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસના હોદ્દેદારો ઉપસ્થિત હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!