Uncategorized
નારી શક્તિની આકાશીય ઝલક: હેતલ રબારી
વિશ્વ પ્રસિદ્ધ વોકમેન ઑફ ઈન્ડિયા ડૉ. રાજુ એમ. ઠક્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન, હેતલ રબારીની સશક્તિની મિશાલ ફરી એકવાર જાહેર થઈ છે.
હેતલ રબારી, વ્યવસાયે એક યોગ શિક્ષક અને હિમાલયમાં સાહસિક પ્રવૃત્તિઓના આયોજક છે, તેમણે 7 નવેમ્બરના રોજ વડોદરાથી એક અનોખી હેતુ સવારી શરૂ કરી. 10 વર્ષ જૂના એક્ટિવા સ્કૂટર પર, એકલા 2000 કિલોમીટરનો સફર કરાવી, તેઓ 20 નવેમ્બરે મનાલી, હિમાચલ પ્રદેશ પહોંચ્યા.
આ રાઈડ માટેના તેમના ત્રણ મુખ્ય હેતુ હતા:
- યોગ, ધ્યાન અને પ્રાણાયામનો પ્રચાર
- છોકરીઓને શિક્ષિત કરવાની જાગૃતિ
- નશાને “ના” કહો
ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના અનેક ગામોમાં શિબિર યોજી, તેમણે લોકોને યોગ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃત કર્યા. મનાલી પહોંચ્યા પછી તેમણે કુલુ જેલમાં 60 કેદીઓને યોગ, ધ્યાન અને પ્રાણાયામના માધ્યમથી શારીરિક અને માનસિક શાંતિ મેળવવાનો માર્ગ બતાવ્યો.
હેતલ રબારીની સવારીની વિશેષતાઓ એ રહી છે કે
ગ્રામીણ વિસ્તારોમાં લોકજાગૃતિ માટેનું કાર્ય ઉમદા રીતે કરી રહ્યા છે. તેઓશ્રી એ જાતે વ્યક્તિગત સંદેશ પહોંચાડવાની મહેનત અને ભાવનાત્મક સમર્પણ કર્યું છે.
સમાજમાં નારી શક્તિનું પ્રતીક બની અને શિસ્ત અને આકાંક્ષાના ઉદાહરણરૂપ બની રહ્યા છે. તેમણે કહ્યું, “આ સફર માત્ર એક અભિયાન નહીં, પરંતુ મારી તાકાતને ઓળખવાનું એક પ્રારંભબિંદુ છે. લોકોનો સહકાર અને યોગ પ્રત્યેની તેમની સમજણ મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
ડૉ. રાજુ એમ. ઠક્કર પણ તેમના આ કાર્યથી પ્રભાવિત થઈને જણાવ્યું કે હેતલ રબારી જેવી મહિલાઓ જ નારી શક્તિના સાચા અર્થને ઉજાગર કરે છે.