Panchmahal
હાલોલના તળાવમાંથી આધેડની લાશ મળી આવતા ચકચાર
હાલોલ નગરની મધ્યમાં આવેલા ગામ તળાવમાં આજે ૬૦ વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર જવા પામી હતી. બનાવને પગલે હાલોલ ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તળાવના પાણીમાં દેખાતી લાશને બહાર કાઢી તેને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. પોલીસે તેની ઓળખ છતી કરતા આધેડ હાલોલના ફાંટા તળાવ ખાતે રહેતા રાજુભાઈ શંકરભાઈ મરાઠી ( દરબાર ) હોવાનું બહાર આવ્યું હતુ.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે હાલોલ નગરની મધ્યમાં આવેલા ગામ તળાવમાં કોઈ પુરુષ ઈસમ ની લાશ પાણીમાં દેખાતા તળાવ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.
આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી તળાવના પાણીમાં દેખાતી લાશને બહાર કાઢી તેને ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે આધેડ પુરુષ રાજુભાઈ શંકરભાઈ મરાઠી ( દરબાર ) ઉં.વ.૬૦ હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઇ પોલીસે મૃતક રાજુભાઈ ના પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતક અન્ય કોઈ નહી પણ રાજુ જ છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત રાજુભાઈ છેલ્લા છ વર્ષથી તેમના ઘરે જતા ન હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક રાજુ મરાઠી ના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તેમના વાલી વારસાને સોપ્યા હતા.