Panchmahal
પાવાગઢ ખાતે ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું
પાવાગઢના પાર્કિંગ રંગમંચ ચાંપાનેર ખાતે આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હિંમતનગરની સાગર અકાદમી દ્વારા ‘ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ’યોજવામાં આવ્યો હતો.જેમાં ૫૦ જેટલા વિવિધ કલાકારો દ્વારા અભિનય, નૃત્ય,ગીત,સંગીત અને નાટકની જમાવટ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે પ્રવાસન કેન્દ્ર બનેલા શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી નવરાત્રી દરમ્યાન યોજવામાં આવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ વર્ષે નવરાત્રી પછી યોજવામાં આવ્યો હતો.
આ મહાઉત્સમાં હાલોલના ધારાસભ્ય જયદ્રહસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યએ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું. સાગર અકાદમી હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર ભરત વ્યાસ દ્વારા લેખન,સંકલન અને દિગ્દર્શન કરવામાં આવેલ અભિનય,નૃત્ય,ગીત,સંગીત અને નાટક રજૂ કરાયા હતા.
આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ,ઉપપ્રમુખ,પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને નિહાળ્યો હતો.
* ૫૦ જેટલા કલાકારો દ્વારા અભિનય, નૃત્ય,ગીત,સંગીત અને નાટકની જમાવટ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા