Gujarat
ચાણસદ ની “ODF પ્લસ મોડલ ગામ” તરીકે પસંદગી કરાઈ

ચાણસદ ની “ODF પ્લસ મોડલ ગામ” તરીકે પસંદગી કરાઈ
**********************
વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને ગામો ને ODF એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ જાહેર કરવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા સ્વચ્છતાની દ્રષ્ટિએ “ODF પ્લસ મોડલ ગામ” તરીકે પાદરા તાલુકાનાં ચાણસદ ગામની પસંદગી કરવામાં આવી છે.
તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક ની અધ્યક્ષતામાં ચાણસદ ગામમાં રાત્રીસભાનું યોજવામાં આવી હતી. જે અન્વયે નિયામક એ સ્વચ્છતાની દ્રષ્ટિએ “ODF પ્લસ મોડલ ગામ” વિશે વિસ્તૃત સમજ પૂરી પાને ખૂટતી સુવિધા વિશે હાજર રહેલ સભ્યો સાથે ચર્ચા કરી તેમજ સ્વચ્છતાની દ્રષ્ટીએ સતત કામગીરી કરવા કર્મચારીઓને અનુરોધ કર્યો.
અત્રે નોંધનીય છે કે ચાણસદ ગામમાં ઘન કચરા માટે ઘર ઘર કલેક્શન કરવામાં આવે છે અને તમામ ઘરોમાં ગટર લાઈનની સુવિધા આવેલ છે. તેમજ તમામ ઘરોમાં શૌચાલયની સુવિધા હોવા સાથે ઉપયોગ થાય છે. વધુમાં જાહેર સ્થળોએ સામુહિક શૌચાલયનો ઉપયોગ તેમજ સફાઈ થાય છે.
આ સાથે ૧૫મી ઓગસ્ટ ના રોજ ચાણસદ ગામને “ODF પ્લસ મોડલ ગામ” જાહેર કરવાનું થતું હોય સ્વચ્છતાને લઈને ખૂટતી સુવિધા પૂર્ણ કરવા ગ્રામ પંચાયતને ખાસ સુચના આપવામાં આવી હતી. તેમજ અગાઉના દિવસોમાં “ODF પ્લસ મોડલ ગામ” અંતર્ગત પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીકેન્દ્ર અને સખી મંડળમાટે સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
આ રાત્રિ સભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય અધિકારી, શાળાના મુખ્ય શિક્ષક, આંગણવાડી કાર્યકર, તલાટી કમ મંત્રી, સરપંચ, પંચાયત સભ્યો, સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણના કર્મચારીઓ, સખી મંડળના બહેનો અને મોટા પ્રમાણમાં ગ્રામજનોની હાજરી માં યોજાઈ હતી.
* સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પાદરા ખાતેથી ચાણસદ ગામને “ODF પ્લસ મોડલ ગામ” જાહેર કરાશે