Gujarat

ચાર ભુજા ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પાનવડ મહાદેવ મંદિર ખાતે ધાબડા વિતરણ કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ટીબી, રક્તપિત્ત તથા સિકલસેલ નાં દર્દીઓ ઉપરાંત વિધવા બહેનોને ઠંડી સામે રક્ષણ હેતુ ગરમ ધાબડા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા ટીબી, સિકલસેલ ના દર્દીઓ સહીત ગામની વિધવા બહેનો અને વૃધજનો ને ૪૦૦ જેટલી વ્યક્તિઓ ને ધાબળા વિતરીત કરવામાં આવ્યા હતા. જ્યારે પાનવડ ગામ ની શાળાઓના ૩૦૦ થી વધુ બાળકો ને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા, જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, નાયબ મામલતદાર બિપીનભાઈ બોખીરીયા,જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા , ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફિકભાઈ સોની તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરજવાટ નાં મેડિકલ ઓફિસર સહિત નાં આરોગ્ય કર્મચારીઓ તથા ચાર ભુજા ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ અશોકભાઇ અજમેરા, મહામંત્રી સંજયભાઈ સોની, નગરપાલિકા છોટાઉદેપુર ના સદસ્યો વંદન પંડ્યા, સોનલબેન રાઠવા, પાનવડ ગ્રામ પંચાયત નાં સરપંચ ઇન્દ્રવદન રાઠવા , પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય નવીનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version