Uncategorized

રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ની બાળાઓ માટે ચાર ભુજા સેવા ટ્રસ્ટ મદદે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૨૫

Advertisement

આજે સામાજિક કાર્યકર વાલસિંગભાઈ રાઠવા ના માધ્યમથી ચાર ભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ અશોકભાઇ અજમેરા( સાવરુભાઈ) તરફથી રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ની બાળાઓ ને ગરમ સાલ તથા મગ, તુવર દાળ, ઘઉં નો લોટ સહિત ની   જરુરીયાત મુજબ ની સામગ્રી સાથે ગુનાટા ખાતે પહોંચ્યા હતા અને બાળાઓ સાથે વાર્તાલાપ કરીને સૌ દિકરી ઓ ના ઘરની આર્થિક સ્થિતિ જાણવા નો પ્રયાસ કર્યો હતો તેમજ તેમની અંદર રહેલી ભણવા માટેની જીજ્ઞાસા જાણી ને અભિભૂત થયા હતા અને અન્ય જરૂરિયાતો જાણી તે પુર્તતા કરવા ની તત્પરતા દાખવી હતી.

રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા છેલ્લા બે વર્ષથી  કેટલીક બાળાઓ ના માતા પિતા ની આર્થિક સ્થિતિ સારી નથી તો કેટલાક બાળાઓ ના માતા પિતા કચ્છ કાઠિયાવાડ બાજુ મજુરી કામે બહારગામ રહેતા હોય તેવી ૨૭ જેટલી બાળાઓ ને  રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલ ના પ્રમુખ બેનાબેન ગોપાલભાઈ રાઠવા દ્વારા નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા સાથે ની છાત્રાલય શરૂ કરી ને અભ્યાસ કરાવી રહ્યા છે તેમને આપવામાં આવેલ સામગ્રી બદલ રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા વતી હું બેનાબેન ગોપાલભાઈ રાઠવા તેમના આ સેવાકાર્ય માટે ખુબ ખુબ આભાર માનું છુ તેમ જણાવ્યું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version