Connect with us

Gujarat

શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ કેળવવા શૈક્ષણિક સહિત સેવાભાવી સંસ્થાઓએ કમર કસી

Published

on

તા.૭ મેના રોજ મતદાનનો નાગરિક ધર્મ અવશ્ય નિભાવજો

મતદાન બંધારણે આપેલો અધિકાર છે અને એના માટે જાગૃત રહેવું એ મતદારની ફરજ અને મતદાન કરવું એ નાગરિક કર્તવ્ય છે.પણ પ્રત્યેક ચૂંટણી સમયે થોડાક લોકોને બાદ કરતા મતદારોના મોટા સમૂહને વિવિધ રીતે મતદાન કરવા માટે પ્રેરિત કરવા પડે છે.

Advertisement

ચૂંટણી પંચ મતદારોને જાગૃત કરવામાં,મતદાનની તારીખ,સમય અને મતદાન મથકે લઈ જવાના મતદાર ફોટો ઓળખ પત્ર જેવા દસ્તાવેજોની જાણકારી આપવામાં કોઈ કચાશ રાખવા માંગતું નથી.
વડોદરા શહેર જિલ્લાની જાગૃત અને પ્રગતિશીલ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ હવે પંચ વતી મતદાન જાગૃતિ કેળવવા કમર કસીને મેદાનમાં આવી છે. ટ્રાવેલ સંચાલકોએ પ્રવાસી બસોની પાછળ મતદાનના અવસરના પોસ્ટર લગાવ્યા છે.

શહેર જિલ્લામાં મતદાન અવશ્ય કરજો એવા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે,ત્યારે ચૂંટણી પંચ વતી તટસ્થ રીતે મતદારોને જાગૃત કરવાની જવાબદારી સ્વેચ્છાએ શૈક્ષિણક અને સામાજિક સંસ્થાઓએ ઉપાડી લીધી છે.

Advertisement

તેમાં એક નવા આયામ રૂપે આખો દિવસ જ્યાં લોકોની અવર જવર રહે છે એવા રોડ ક્રોસિંગ નજીક ટ્રાફિક ને અડચણ ન થાય એ રીતે મતદાન સંકલ્પ સહિ ઝુંબેશના પટલ લગાવવામાં આવી રહ્યા છે.
શહેર જિલ્લામાં વધુ અવરજવર વાળા વિસ્તારોમાં સિગ્નેચર કેમ્પેન હેઠળ મોટા નાના પટલ પર આવતા જતા મતદાર નાગરિકોને મતદાન કરવાનો સંકલ્પ લેવા અને તેના પ્રતિક રૂપે દસ્તખત કરવા સમજાવવામાં આવશે.તેની સાથે અવસર સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.મતદાન મથકથી મતદાન કરીને આવતા મતદારો સેલ્ફી પોઇન્ટ પર ઊભા રહી અવિલોપ્ય શાહીના ટપકાં વાળી આંગળી બતાવી પોતાની તસવીર લઈ શકશે.પહેલીવાર મતદાન કરવાના છે એવા મતદારો માટે આવી તસવીર પ્રથમ મતદાનની આજીવન યાદગાર બની શકે.

ઉમેદવારો પોતાનો જોશિલો પ્રચાર કરે એ સ્વાભાવિક છે.પરંતુ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર લગભગ દોઢ દાયકાથી મતદાનની તારીખનો પ્રચાર કરવામાં અને મતદાન પ્રેરણાના જોશીલા કાર્યક્રમો યોજવામાં આખા રાજ્યમાં અગ્રેસર છે.

Advertisement

ચૂંટણી પંચના મતદાર શિક્ષણ અને ચુનાવી સહભાગીદારી વધારવાના કાર્યક્રમ sveep હેઠળ વડોદરા હંમેશા રાજ્ય અને દેશ માટે પ્રેરણાપ્રદ અભિનવ કાર્યક્રમો મોટાપાયે યોજે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના પીઠબળથી સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશી લગભગ જીવ રેડીને આ બધાનું આયોજન કરે છે.તેમાં એમણે શાળા કોલેજોની યુવા શક્તિને જોડી છે.તેના પરિણામે મતદારોમાં જાગૃતિ દ્રઢ બને છે.અને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રને મતદાર જાગૃતિના અસરકારક આયોજન માટે પંચના એવોર્ડ્સ મળ્યા છે.સુધીરભાઈની ધગશ સલામને પાત્ર છે.
તા. ૭, મેના રોજ મતદાન થવાનું છે.એની આડે માંડ સાત દિવસ રહ્યા છે.અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે.ત્યારે સૌ મતદાન કરવા સુસજ્જ અને સુસંકલ્પિત બને.લોકશાહી એટલી જ અપેક્ષા રાખે છે એટલે મતદાનનો નાગરિક ધર્મ અવશ્ય નિભાવજો…

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!