Connect with us

Surat

લોનના બહાને અમેરિકનો સાથે કરતા હતા છેતરપિંડી, આવી હતી મોડસ ઓપરન્ડી

Published

on

Cheating Americans on the pretext of loans was the modus operandi

શહેરના મોટા વરાછામાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવતા પાંચ આરોપીઓની ઉતરાણ પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા, મોબાઈલ, કોમ્પ્યુટર, રાઉટર સહિત 2.26 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા લોન મંજૂર કરી આપવાના બહાને અમેરિકન નાગરિકો જોડે ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.સુરતના ઉતરાણ પોલીસે આપેલી પ્રમાણે, માહિતીના આધારે મોટા વરાછા ખાતે આવેલા ગોપીનાથ સોસાયટીમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે માહિતીના આધારે અહીં છાપો માર્યો હતો. જ્યાંથી આરોપી અંકિત ભુવા, આશિષ ઇરાસ્ટસ, રાહુલ ઉર્ફે ડેવિડ નાયક, ચિરાગ સોજીત્રા અને જયદીપ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે રોકડા રૂપિયા 39,490, પાંચ મોબાઇલ, ચાર કોમ્પ્યુટર, સીપીયુ, મોનિટર, કીબોર્ડ ,માઉસ, રાઉટર સહિત 2.26 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ચિરાગ હસમુખ સોજીત્રાને કોલર તરીકે કામે રાખવામાં આવ્યો હતો. જ્યાં અમેરિકાના નાગરિકોને ઓટો કોલર ડાયલરથી સંપર્ક કરવામાં આવતો હતો. ત્યારબાદ અમેરિકાના લોન એજન્ટના નામે ઓટો કોલર ડાયલરથી અમેરિકન નાગરિકોનો સંપર્ક કરી તૈયાર કરેલી સ્ક્રીપ્ટ મુજબ અમેરિકાના નાગરિકોને લોન આપવાના બહાને માહિતી મેળવવામાં આવતી હતી.

Cheating Americans on the pretext of loans was the modus operandi

ત્યારબાદ નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓને લોન મંજૂર કરાવી આપવાના બહાને લોન સમસ્યાના કારણોના નિરાકરણ પેટે ફી આપવી પડશે તેમ જણાવી ફોન ઉપર ગિફ્ટ કાર્ડના સિરિયલ નંબર તેમજ પીન નંબર મેળવી લેવામાં આવતા હતા. જે ડિટેલ્સ કમિશન ઉપર વેન્ડરોને આપી ઇન્ડિયન કરન્સીમાં નાણા આંગડિયા મારફતે મેળવવામાં આવતા હતા.આમ ગેરકાયદેસર રીતે છેલ્લા છ માસથી ચાલતા કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી. જે બાદ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી અને ઠગાઈ કરવામાં આવતી હતી. ઉતરાણ પોલીસ દ્વારા આરોપીઓની એમઓ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર ડાર્કનેટ, ટેલિગ્રામમાંથી બનેલા ગ્રુપનો સભ્ય બની અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવી આપે તેવા વ્યક્તિઓના whatsapp કે અન્ય રીતે નેટ દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો. જે વ્યક્તિઓ પાસેથી મુખ્ય આરોપી દ્વારા ડેટા વેચાણથી લઈ લેવામાં આવતા હતા.ત્યારબાદ અમેરિકન ભાષા બોલી શકે તેવા માહિર માણસોને ટેલીકોલર તરીકે રાખવામાં આવતા હતા. જ્યાં ટેલિકોલરને મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભાડેના મકાનમાં શરૂ કરાયેલા કોલ સેન્ટર પર કામે રાખવામાં આવતો હતો. જે કોલ સેન્ટર પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો ઉપયોગ કરવામાં આવતો હતો. ગેરકાયદેસર કોલ સેન્ટર બનાવી અમેરિકાના દિવસના સમય પ્રમાણે રાત્રિના સમયે કોલ સેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકોને ઓટો કોલર ડાયલરથી સંપર્ક કરવામાં આવતો હતો. હાલ તો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ઉતરાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા હમણાં સુધી કેટલા અમેરિકન નાગરિકો જોડે આ રીતે છેતરપિંડી અને ઠગાઈ આચરવામાં આવી છે તે અંગેની તપાસ પણ હાલ શરૂ કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!