Dahod
દાહોદ જિલ્લા કક્ષાનો ગણિત, વિજ્ઞાન ને પર્યાવરણ પ્રદર્શન વિભાગ -2 માં છાપરી શાળએ મેળવ્યો પ્રથમ ક્રમ

દાહોદ જીલ્લા કક્ષાનો ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વિભાગ-૨ માં દાહોદ જિલ્લામાં આવેલ છાપરી પગારકેન્દ્ર શાળાએ જીલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ ખુબ ખુબ વધાર્યું હતું.
જેમાં તે બદલ માર્ગદર્શક શિક્ષીકા પૂર્વીબેન,વિધ્યાર્થીની બહેનો ને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન તેમજ રાજ્યકક્ષાએ પણ ખુબ સારુ પ્રદર્શન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથે સાથે દાહોદ જીલ્લા આદિવાસી પરિવારે પણ જીલ્લા કક્ષાએ પાંચ વિભાગમા આવેલ તમામ ૪૫ કૃતિઓમાંથી એક શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી ઈનામ આપવાનું નક્કિ કરેલ જેમાં પણ સમગ્ર જીલ્લાની તમામ વિભાગમા આવેલ ૪૫ કૃતિઓમાંથી દાહોદ જિલ્લામાં આવેલ છાપરી પગારકેન્દ્ર શાળા ની કૃતિ પસંદ કરી તેઓને ઈનામ આપી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)