Chhota Udepur
વરસાદી વાતાવરણ માં જયંતિભાઈ રાઠવા નરેન્દ્ર મોદી માટે ઘર ઘર સંપર્ક અભિયાન કરી રહ્યા છે
પ્રતિનિધિ કાજર બારીયા
૩૦ મે, ૨૦૨૩ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારે ૯ વર્ષ પુર્ણ કર્યા તે પ્રસંગે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવી રહ્યા છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજ રોજ ૧૩૮ જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા ઘરે ઘરે અલ્પકાલીન વિસ્તારક યોજનાના ભાગરૂપે આજે સજવા ગામે બુથ નંબર-૨ માં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જન સંપર્ક અભિયાન અંતર્ગત જેમાં મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગતની યોજના માટે તૈયાર કરવામાં આવી હતી અને આવનારા સમય ને ધ્યાને લઈ બધા પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યાર પછી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ની મુલાકાત કરી હતી ફળિયાથી ઘરે ઘરે સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્કની શરૂઆત કરી હતી. જેમાં જરૂરી સાહિત્ય, પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય પોતે દરેક ઘરે સ્ટીકરો ચોટડ્યા હતા. આ ઘર ઘર સંપર્ક દરમિયાન આખા દિવસમાં ગામના આગેવાનો, સહકારી આગેવાનો, પૂર્વ સરપંચ અને સરપંચને મળ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઘરે ઘરે જઈ લોકો સાથે સંવાદ યોજ્યો હતો અને મોદી સરકાર દ્વારા ૯ વર્ષમાં લોક વિકાસના કામોની ગાથા સમજાવી હતી અને સાથે સાથે દરેક ઘરે લોકોને સરકારની ફ્રિ રાશન, આયુષ્માન કાર્ડ, કિશાન સન્માન નિધિ આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તેની માહિતી લીધી હતી અને લોકોની સમસ્યાઓ પણ જાણી હતી અને દરેક ઘરે વ્યક્તિઓને શાંતિ થી સાંભળ્યા હતા અને સ્થળ ઉપરથી એનું સમાધાન થાય નિકાલ થાય તે માટે કાર્યવાહી પણ તાત્કાલિક કરી હતી. આ પ્રસંગે તાલુકા પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- અલ્પકાલીન વિસ્તરક યોજના અંતગર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ ઘરે ઘરે સંપર્ક શરૂ કર્યો