Chhota Udepur

છોટાઉદેપુર ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

Published

on

(પ્રતિનિધિ  કાજર બારીયા)

છોટાઉદેપુર જિલ્લા માં  પ્રથમ વાર  લીગ ફુટ બૉલ ટુર્નામેન્ટ નું આયોજન ડૉન બૉસ્કો  માજી વિદ્યાર્થી સંઘ છોટાઉદેપુર  દ્વારા આયોજીત કરવામાં આવ્યું.

Advertisement

છોટાઉદેપુર સુપર  લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ નું છોટાઉદેપુર જિલ્લા  માં ફુટબૉલ  ની જનની એવી ડૉન બૉસ્કો  છોટાઉદેપુર  ખાતે ૧૮ ઑગસ્ટ ૨૦૨૪ ના  રોજ શરૂઆત કરવા માં  આવી  હતી. જેમાં  જુદી જુદી ૧૦  ટીમ  માં ટોટલ ૨૦૦ જેટલા  રમતવીરો  એ  ભાગ લીધો  હતો,  લીગ રાઉન્ડ નું આયોજન દર રવિવારે કરવા માં  આવતું ,  છ રવિવાર દરમ્યાન ૨૨ મેચ ના અંતે ફાઇનલ મેચ ટ્રાઈબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સીટી ફૂટબોલ કલબ વચ્ચે રમાઈ હતી. જેમાં ટ્રાઈબલ  ફૂટબોલ ક્લબ ૩-૨ ગોલ થી વિજેતા  જાહેર  થઈ  હતી. જેઓ  ને  ટ્રોફી  તેમજ રૂપિયા ૧૦૦૦૦ હજાર  રોકડ  ઇનામ જ્યારે અંબાલા સીટી ફુટબોલ ક્લબ રનર્સ અપ  રહી જેઓને  ટ્રોફી તેમજ રૂપિયા ૫૦૦૦  રોકડ ઇનામ  આપવામાં  આવ્યું  હતું

જેમાં  બેસ્ટ ગોલ કીપર-શૈલેષ રાઠવા,

Advertisement

પ્લેયર ઓફ ટુર્નામેન્ટ- રામસિંગ જીરમા રાઠવા

બેસ્ટ સ્કોરર- વેચાતભાઈ  રાઠવા

Advertisement

જેમા અતિથિ વિશેષ તરીકે હાલ મોડલ સ્કૂલ ઘોઘંબા ના  પ્રિન્સિપાલ  તેમજ ડૉન બૉસ્કો છોટાઉદેપુર ના  માજી વિદ્યાર્થી  તેમજ  અતિથિ  વિશેષ  તરીકે રમીલાબેન રાઠવા  હાજર  રહી રમતવીરો તેમજ માજી વિદ્યાર્થીઓનો ઉત્સાહ  વધાર્યો હતો.

સમગ્ર લીગ ટૂર્નામેન્ટ દરમિયાન દર રવિવારે મોટી  સંખ્યામાં માજી વિદ્યાર્થીઓ હાજરી આપતા હતા  તેમજ  દરેક રવિવારે મેચ ની શરૂઆત માટે   ડોન બોસ્કો હાઇસ્કૂલ નાં સફળ માજી વિદ્યાર્થીઓ તેમજ  સમાજ માંથી  આગળ અભ્યાસ કરી સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા  ઘણા  અધિકારી તેમજ ઘણા સમાજ સેવા આપતા  માજી વિદ્યાર્થીઓ  ,સરપંચ, માજી સૈનિક,શિક્ષક ,પોલીસ, ડૉક્ટર, જંગલ ખાતા  ના અધિકારી  વગેરે…હાજર રહી રમત ગમત માટે રમતવીરો  ને  પ્રોત્સાહન આપ્યું  હતું તેમ ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘ નાં ડો.રમેશ રાઠવા એ જણાવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version