Chhota Udepur
છોટાઉદેપુર કુંડલ પાવીજેતપુર રૂટની બસ અનિયમિત સેવાથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને હાલાકી

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી. બસ નિયમિત ન આવતી હોવાની બૂમરાણ મચી છે. તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.બસ સમયસર ન આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. છોટાઉદેપુર ના ધોરીસામલ, કુંડલ, સટુન, બાર જેતપુરપાવી રૂટ ઉપર બસનો સમય અને રૂટ બન્નેમાં અનિયમિતતા હોવાને કારણે વિદ્યાર્થીઓને,નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વિસ્તારના જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને શાળામાં પહોંચવાનો સમય નક્કી હોય છે.
તે પ્રમાણે ૯થી ૯-૩૦ની વચ્ચે બસ હોવા છતાં તે બસો એક-એક કલાક મોડી આવતા પાસ હોવા છતાં વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં મુસાફરી કરીને સ્કૂલમાં પહોંચવું પડે છે. તે કારણે વિદ્યાર્થીઓએ આર્થિક ફટકા સાથે હેરાનગતિ પણ વેઠવી પડે છે.૮૦% લોકો બસ અનિયમિત થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસની અંદર શાળાઓ શરૂ થઈ હોવાના કારણે અપડાઉંન કરતા વિદ્યાર્થીઓ પૈસા ખર્ચીને પ્રાઇવેટ વાહનવ્યવહારમાં મૂસાફરી કરવા મજબૂર બન્યા છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બસોનો સમય નિયમિત ન થઈ રહ્યો હોવાની વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓમાં એવી પણ ફરિયાદ ઊઠી છે કે છોટાઉદેપુર ડેપોમાં રજૂઆત કરવામાં આવતા ફરજ પરના અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા. છોટાઉદેપુર એસ.ટી. ડેપોના સત્તાવાળાઓ સમક્ષ ટેલિફોન દ્વારા રજૂઆત કરાઇ પણ કંઇ દાદ મળતી નથી. પરીક્ષાના દિવસોમાં તો આ બસ નિયમિત દોડાવાય તેવી માગણી કરી હતી
છોટાઉદેપુર એસ. ટી. ડેપોમાંથી ઉપડતી એસ. ટી.બસ અનિયમિત હોવાની સાથે બીજે ક ત્રીજે દિવસે બસ ન આવતાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા પંચાસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે શાળામાં પહોંચી શકતા નથી. આ અંગે કુંડલ ગામનાં પૂર્વ સરપંચ રાકેશભાઈ રાઠવાના જણાવ્યા મુજબ છોટાઉદેપુર થી આવતી બસ માં કુંડલ, આંબાખૂટ, સટૂંન,બાર ગામનાં અને અન્ય ગામોના વિદ્યાર્થીઓ ભીખાપુરા, કદવાલ,ડુંગરવાટ, જેતપુરપાવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે, પણ એસ.ટી. બસ અવારનવાર રદ થતાં કેટલીક વખત તો પોતે ખાનગી વાહનથી વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં પહોંચાડયા છે. (કુંડલ ગામનાં પૂર્વ સરપંચ- રાકેશભાઈ રાઠવા)
- છોટાઉદેપુર ધોરીસામલ કુંડલ, સટુન, બાર એસટી બસ અનિયમિત થતાં લોકોને હાલાકી
- એસટી બસ ન મળતા લોકો ખાનગી વાહનમાં જવા મજબુર