Chhota Udepur
છોટાઉદેપુર LCB પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને દબોચ્યો
પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ )
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીને છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જીલ્લામાં નોધાયેલ અનડિટેકટ ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન હકીકત મળેલ કે ખુંટાલીયા પોલીસ લાઇનમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઇસમ ચોરીનો મુદામાલ લઇને બોલેરો ગાડીમાં બેસી છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ વેચવા જનાર છે જે હકીકત આધારે ડોન બોસ્કો સ્કુલ પાસે વોચમાં હતા તે દરમ્યાન સદર બોલેરો ગાડીને ઉભી રાખી વર્ણન મુજબના ઇસમને બોલેરો ગાડીમાંથી નીચે ઉતારી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ઘરફોડી ચોરી બાબતે પુછપરછ કરતા તેણે ચોરી કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થૅ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.