Chhota Udepur

પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલને ગણતરીના કલાકોમાં આરોપી સાથે શોધી કાઢતી છોટાઉદેપુર એલ.સી.બી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન/ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીને તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી શાખા છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભીડોલ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતા હતા.

તે દરમ્યાન એક ઇસમ મો.સા. લઇને આવતા તેના ઉપર શંકા જતા મો.સા.ચાલકને કોર્ડન કરી પકડી પાડી ગાડીના કાગળો તથા ગાડીની માલીકી અંગેના આધાર-પુરાવા માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી એચ.એફ.ડીલક્ષ મો.સા.ના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા સદર મો.સા.નો સાચો નંબર GJ-34-E-7332 નો હોય જે બાબતે પાનવડ પોલીસ સ્ટેશન એ ૧૧૧૮૪૦૧૦૨૩૦૩૫૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ હોય જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Advertisement

Trending

Exit mobile version