Chhota Udepur
છોટાઉદેપુર લોક સભાના સંસદ ગીતાબેન રાઠવા એ સંસદમાં પોતાના સંસદીય ક્ષેત્રના લોકોના પ્રશ્નોની રજુઆત કરી
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર ના મહિલા સાંસદ ગીતાબેન રાઠવા એ હાલમાં ચાલી રહેલા સંસદ સત્રમાં છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોના હિતમાં અધ્યક્ષ ને સિંચાઈના પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી. પોતાના સંસદીય વિસ્તારમાં પીવાનું પાણી સરદાર સરોવર યોજના થકી જે કેન્દ્ર સરકારની યોજના નલ સે જલ યોજના થકી મળી રહ્યું છે. પરંતુ ઘણો લાંબો સમય થયા બાદ પણ બોડેલી પાવીજેતપુર કવાટ છોટાઉદેપુર ના લગભગ ૧૫૭ જેટલા ગામોને આજે પણ ખેતી કરવા ચોમાસાના વરસાદી પાણી ની રાહ જોવી પડે છે. અને એના આધારિત રહેવું પડે છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ આ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ સિંચાઈની બીજી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતો બીજો પાક લેવામાં ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યો છે. પાણીની સુવિધા ના કારણે બીજો પાક ન લઈ શકવાના કારણે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી મજૂરી અર્થે અન્ય વિસ્તારોમાં જવું પડે છે. જેના કારણે આદિવાસી ખેડૂતોને આર્થિક રીતે ભારે હાલા કી વેઠવી પડે છે. સાંસદ ગીતાબેન રાઠવા પોતાના સંસદીય વિસ્તારમાં કેન્દ્ર સરકાર સરદાર સરોવરમાંથી મુખ્ય નર્મદા નહેર વહી રહી છે. યોજના થકી વંચિત રહેલા યોજનાનો લાભ મળે તેવી ચાલી રહેલા સત્રમાં ધારદાર રજૂઆત કરી વહેલી તકે જિલ્લાના ખેડૂતો માટે સાંસદ ગીતાબેન રાઠવા એ ફરી એકવાર રજૂઆત કરી હતી.