Connect with us

Chhota Udepur

બે વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

Published

on

Chhotaudepur parole furlough squad nabs the accused who has been absconding in the crime of kidnapping for two years

પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર SP ઈમ્તીયાઝ શેખની સુચનાથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સચવાય અને પોલીસનું મોરલ જળવાય તે હેતુથી અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો ટીમને કામગીરી કરવા સુચન કરેલ હોય જે સુચના મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે કેસનો આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો. આરોપી અંગે છોટાઉદેપુર પેરોલ ફર્લો ટીમને આરોપી અંગે બાતમી મળતા પોલીસે આરોપીને મળેલ બાતમી હકીકત તથા ટેકનીકલ સપોર્ટ આધારે મોરબી જીલ્લાના નવાગામ ખાતે જઇ આરોપી તપાસ દરમ્યાન મળી આવતાં તેને ઝડપી પાડ્યો હતો.

Advertisement

Chhotaudepur parole furlough squad nabs the accused who has been absconding in the crime of kidnapping for two years

છોટાઉદેપુર પરોલ ફર્લો ટીમના પી.એસ.આઈ કે.કે.પરમાર ની ટીમના હે.કો અમરસીંગભાઇ, હે.કો વિજયભાઇ, હે.કો કેતનભાઇ, પો.કો.જશવંતભાઇ તથા ડ્રા.હે.કો.યોગેશભાઇ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ ૩૬૩, ૩૬૬ અપહરણ કેસમાં સંડોવાયેલ આરોપી મોરબી જીલ્લાના નવાગામ ખાતે ખેતી મજુરીકામ કરે છે જે મળેલ બાતમી હકીકત તથા ટેકનીકલ સપોર્ટ આધારે આરોપીની તપાસ દરમ્યાન મળી આવતાં તેને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે આરોપીની અટક કરી વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!