Vadodara

બાર વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા આરોપીને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ, રહે, અલીરાજપુર તા.જિ. અલીરાજપુર (MP) વાળાને પકડવા માટે તેમની રોજની દીન ચર્યા તથા દીવસ દરમ્યાનની ગતી વિધી અંગેની ખાનગીમાં તપાસ કરી આરોપી રોજ

સવારના સમયે અલીરાજપુરા નગર પાલીકાની સામે આવેલ ગ્રાઉન્ડ ઉપર તેમના માસણો સાથે ચાલવા માટે આવતા હોવાની હકીકત મેળવી આરોપીને પકડવા માટે ડિ.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓ તથા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસો ને આજ રોજ તા. ૨૨/૧૨ા૨૦૨ના રોજ વહેલી સવારના સમયે મોરનીંગ વોક ડ્રેસ માં બોલાવી વહેલી સવારના અલીરાજપુર ખાતે નગરપાલીકાની સામે આવેલ ગ્રાઉન્ડ ઉપર આવી તમામ લોકોને અલગ અલગ મોરનીંગ વોક કરવાનું ચાલુ કરેલ આ દરમ્યાન આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ પોતાના રૂટીન દીન ચર્ચા મુજબ પોતાના અંગત માણસોની સાથે ચાલવા માટે મોરનીંગ વોકમાં આવેલ હોય જેથી તેમની સાથે અમો તથા અમારા સ્ટાફના માણસો અલગ અલગ મોરનીંગ વોક (ચાલવા) નું ચાલુ કરી આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ જ હોવાની સંપુર્ણ ઓળખ અને

Advertisement

માહીતી મેળવી એલ.સી.બી. સ્ટાફના માણસો તથા રંગપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.એમ. ભુરીયા નાઓને જાણ કરી તુરતજ અલીરાજપુર નગર પાલીકાની સામે આવેલ ગ્રાઉન્ડ ઉપર બોલાવતા તેઓ તેમના સ્ટાફના માણસો સાથે અને એલ.સી.બી. સ્ટાફના માણસો આવી જતા તેઓને ગાઉન્ડની આજુ બાજુમાં વોચમાં ઉભા રાખી આરોપી કોઇ પણ જગ્યાએથી તેમના માણસો સાથે બહાર ના નિકળી જાય તે માટેની તમામને સુચના કરી અલગ અલગ ઉભા રાખી દેવામાં આવેલ અને આરોપીનું દર્દીન ચર્ચા મુજબ ચાલવાનું બંધ થતા અને રોડ ઉપર આવતા તેમને રોકી તેઓને અમારી તથા સ્ટાફના અધીકારી તથા માણસોની ઓળખ આપી તેમનું નામ પુછતા ભગવતીપ્રસાદ ઉર્ફે

પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ હોવાનું જણાવેલ જેથી તેઓને તેમના ગુનાઓ સબંધે પુછતા તેઓની વિરૂધ્ધમાં ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોવાનું અને તે ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું જણાવેલ જેથી તેઓને પકડી લેવામાં આવેલ અને છોટાઉદેપુર III ૧૩૬ (૧૭ ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબના ગુન્હાનો નાસતા-ફરતા આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ ઉ.વ. ૫૮ રહે, અલીરાજપુર તા.જિ. અલીરાજપુર (MP) નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Advertisement

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

અલીરાજપુર (MP) (૧) કવાંટ પો.સ્ટે. III ૧૮/૧૭ ગુ. નશાબંધી ધારા ૨૦૧૬ ની કલમ.૬૫(ઈ),૮૧,મુજબ (૨) કરાલી પો.સ્ટે. III ૦૩/૧૭ ગુ. નશાબંધી ધારા ૨૦૧૬ ની કલમ.૬૫(ઈ),૮૧,મુજબ (૩) છોટાઉદેપુર III ૧૩૬ ૧૭ ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ,૯૮(૨)મુજબ (૪) પાનવડ થર્ડ ગુ.ર.નં ૧૯/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૯૮(૨)મુજબ (૫) સાગટાળા પો.સ્ટે. III ૦૦૩૪/૧૭ ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ, ૮૧, ૮૩,૯૮(૨) મુજબ (૬) મોરવા પો.સ્ટે. III ૦૩૦૯ /૧૭ ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબ (૭) ડભોઇ પો.સ્ટે. III ૧૪૭૯/૧૧ પોહી કલમ ૬૬(૧) (બી) ૬૫ એ ઇ,૧૧૬ (૧) (બી),૮૧ મુજબ (૮) તિલકવાડા પો.સ્ટે ૧૮૮/૨૦૧૯ ૨ પ્રોહી કલમ -૬૫ એ ઈ ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ આ કામગીરીમાં SOG I/C પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા, પો.સ.ઇ. ડી.એચ.વાધેલા, પો.સ.ઇ. શ્રી એન.એમ. ભુરીયા પો.સ.ઇન્સ. રંગપુર પોલીસ સ્ટેશન, એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ, એ.એસ.આઇ ભાવસીંગભાઇ બનીયાભાઇ, એ.એસ.આઇ રઘુવીરભાઇ દિલીપભાઇ, HC રમેશભાઇ કંદુભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષકુમાર લક્ષ્મણસિંહ, HC મિનેષભાઇ નારસીંગભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, PC વિજયભાઇ કાળાભાઇ PC સુરેશકુમાર ખુમાનસિંહ તથા WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ તથા એલ.સી.બી. સ્ટાફના માસણો તેમજ રંગપુર પોલીસ સ્ટેશનના માણસો જોડાયેલ હતા

Advertisement

Trending

Exit mobile version