Chhota Udepur
વિદ્યાર્થીઓના પાસ કાઢવામાં છોટાઉદેપુર એસટી તંત્ર નાપાસ

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના એસટી મથકોમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો વિદ્યાર્થીઓ વિવિધ સ્કૂલોમાં અભ્યાસ સાથે આવે છે જ્યાં એસટી મથકથી અપડાઉન કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થી પાસની સુવિધા આપવામાં આવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, અને નસવાડી એસટી તંત્ર દ્વારા પાસ કાઢવા માટે ઢીલીનીતી ના લીધે વિદ્યાર્થીઓ લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે.
આજના ઓનલાઇન જમાનામાં પણ લાંબી કતારોમાં વિધાર્થીઓ એસટીના પાસ કાઢવા માટે ઉભા રહે તે માટે તંત્રએ વિચારવું અનિવાર્ય છે, સામાન્ય રીતે એસટી બસ મથકમાં કામ કરતા કર્મચારીઓ થાય છે થશેની નીતિ અપનાવીને કામ કરતા હોવાથી લાંબી કતાર જોવા મળે છે. વિધાર્થીઓને બે -બે કલાક સુધી પાસ કઢાવવા માટે લાઇનમાં ઉભા રહેેવું પડે છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો સાંભળી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ તાત્કાલિક પાસ નીકળી જાય તે માટે બીજા કોમ્પ્યુટર ની વ્યવસ્થા કરવા અને વિદ્યાર્થીનીઓને લાઈનમાં ન ઉભુ રહેવું પડે તે માટે તેઓના ફોર્મ લઈ સીધા પાસ કાઢી આપવાની વ્યવસ્થા કરી વિધાર્થીઓને તાત્કાલિક પાસ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ વિધાર્થીઓની મુશ્કેલી દૂર કરવાં માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ માર્ગ વાહન વ્યવહાર મંત્રીને રજુઆત કરી છે