Chhota Udepur
છોટાઉદેપુર વિધાનસભામાં મુખ્યમંત્રીએ રૂ.૨૨.૬૫ કરોડ રોડ-રસ્તા માટે મંજૂર કર્યાઃ ધારાસભ્યની મહેનત રંગ લાવી
છોટાઉદેપુર તાલુકામાં વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે સતત સક્રિય અને પ્રયત્નશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકારમાં ૧૦૦ વધુ કામો છેલ્લા બે માસથી સતત રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ છોટાઉદેપુર વિસ્તારના ગ્રામ્ય રોડ-રસ્તાઓ માટે રૂ.૨૨.૬૫ કરોડ મંજૂર કરતા ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ હવે નવા રૂપ ધારણ કરશે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન લુણાજા થી ભીલપુર, વિજોલ રોડ, એસ.એચ.-ડોબા ચાપરા, સિંગલાજા ટુ રિંછવેલ, જામલી, વઢવાણ, નાલેજ ઓલીઆંબા સિમલફળીયા, નાલેજ પીપલેજ બોરઘા, ઝોઝ વિરપુર લગામી કુંભાણી, કેવડી સિંગલાજા મીઠીબોર, સિમલકુવા મોટા રામપુરા, બોડગામ, ચિચોડ રોઝકુવા, કુંભાણી, બેડવી ચઠાવાડા દડીગામ સુધી નાં રસ્તાઓ સતત બિસ્માર હાલતમાં હોય આ રોડ ઉપર ગમે ત્યારે વાહનો ચાલી ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ જાય તેમ હતી. ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામતા જાગૃત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રોડ-રસ્તા અને આરોગ્ય વિભાગના સહિત ૧૦૦ કરતા વધુ લોકોના કામ માટે જે તે ખાતાના અધિકારીઓ અને મંત્રીઓ સાથે સતત મિટીંગો કરી ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા હતા છેલ્લે આ પ્રશ્નનો માટે રૂબરૂ મુખ્યમંત્રીને મળી તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાના કામો ઉકેલાવવા રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૨૨.૬૫ કરોડ રૂપિયા મંજૂર કરી વહેલીતકે કામ પૂર્ણ કરવા જે-તે વિભાગને સૂચના આપી હતી.આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી માહિતી મળેલ કે ૨૨.૬૫ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે .આ વાત છોટાઉદેપુર-જેતપુરપાવી ના મતદારો માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તેમ જણાવેલ હતું.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)