Vadodara
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે

સાવલીમાં આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં હાજરી આપશે
એરપોર્ટ ખાતે જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે
જૈન સંપ્રદાયના પવિત્ર પર્વ એવા મહાવીર જયંતિ અને સાવલી ખાતે યોજાનાર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી તા.૦૪/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વડોદરા એરપોર્ટ ખાતે જૈન સંપ્રદાયના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૧.૦૦ કલાકે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આયોજિત ૮માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં પણ હાજરી આપનાર છે. તેમની સાથે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.