Panchmahal
હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી નો MGVCL પર વળતો પ્રહાર
પંચમહાલ જિલ્લાના હાલોલ એમજીવીસીએલ દ્વારા હાલોલ નગરપાલિકાને સ્ટ્રીટ લાઇટ ના બિલ પેટે 72 લાખ બાકી પડે છે તે અંગે નોટિસ આપ્યા બાદ છેલ્લા 11 દિવસથી 11 વિસ્તારોનું સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે તેની સામે હાલોલ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા એમજીવીસીએલને વળતી નોટિસ ફટકારવા માં આવીછે હાલોલ પાલિકામાં એમજીવીસીએલ ખાતે 70 લાખ 43 હજાર 723 રૂપિયા બાકી પડે છે તે તાત્કાલિક ભરી જવા નહીંતર પાલિકાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડશે સદર નોટિસથી એમજીવીસીએલ હાલોલ ચર્ચાની એરણ પર છે પાલિકાના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ હાલોલ નગરપાલિકા 1994 માં અસ્તિત્વમાં આવી તે વખતે હાલોલ શહેરમાં સ્ટ્રીટ લાઈટ ના થાંભલા ઉપર 4500 ટ્યૂબ લાઈટ હતી જેને 2017માં એલઇડી માં રૂપાંતર કરવામાં આવ્યું હાલોલ પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટો ચાલુ અને બંધ કરવા માટે પોતાના માણસો રાખીને કરાવે છે
ખરેખર ચાલુ બંધ કરવાની જવાબદારી એમજીવીસીએલ હાલોલ ની હોય છે પરંતુ હાલોલ પાલિકાના માણસો ચાલુ બંધ કરતા હોય એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા વપરાતા યુનિટ પેટે દરેક યુનિટના 25 પૈસા લેખે રિબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું 1994 થી હાલોલ તાલુકાની સ્ટ્રીટ લાઇટ પેટે 2 કરોડ 81 લાખ 74000 યુનિટ વપરાયેલા છે અત્યાર સુધીમાં આવેલા બીલોમાં ઉપરોક્ત વપરાયેલા યુનિટ પેટે 25 પૈસા લેખે હાલોલ નગરપાલિકાને એમ.જી.વી.સી.એલ પાસે 70 લાખ 43 હજાર 723 રૂપિયા લેવાના થાય તે એમજીવીસીએલ દ્વારા રિબેટ આપવામાં આવ્યા નથી પરિણામે હાલોલ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા એમજીવીસીએલ હાલોલ ને ઉપરોક્ત પાલિકાને લેવાની રકમ તાત્કાલિક ભરી જવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે અને જો તે ભરવામાં ચૂક થશે તો પાલિકાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડશે હાલોલ નગરપાલિકાના હાલના મુખ્ય અધિકારી અભ્યાસુ અને વિવાદ ઉકેલવામાં પાવરધા હોય તેવું લાગે છે પંચમહાલ અને ગુજરાતની તમામ નગરપાલિકાઓ માં શેર સપ્લાયની ઇલેક્ટ્રીક સીટી સીડ્યુલ નવમા 25 પૈસા રિબેટ આપવાની વ્યવસ્થા હશે પરંતુ અન્ય નગરપાલિકાઓ દ્વારા તેઓનું સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન કપાઈ ગયા બાદ પણ એક પણ નગરપાલિકાએ જે તે વિસ્તારના વિભાગીય ઈલેક્ટ્રીક સીટી કંપનીને નોટિસો આપવામાં આવી નથી આવું કેમ દરેક નગરપાલિકામાં બિલ બાકી હોવાથી સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે
વધુમાં 1994 થી ચૂંટાયેલી પાંખ ના સભ્યો તથા અધિકારીઓ દ્વારા આ વસ્તુ ને ધ્યાન પર લેવામાં કેમ ન આવી તે વિચારવા જેવો પ્રશ્ન છે 1994 થી રિબેટ માટેનું ધ્યાન ચૂંટાયેલી પાંખ દ્વારા કેમ ધ્યાન પર લેવામાં ન આવી શું પાલિકાના ચૂંટાયેલા સભ્યો કે અધિકારીઓ આ બાબતે અંધારામાં હતા
- હાલોલ પાલિકા ની જાળ માં MGVCL ફસાયુ
- MGVCL ના હાલોલ પાલિકા પાસે 72 લાખ નું લેણૂ તો પાલિકા નું MGVCL પાસે 70 ,43,723 નું રિબેટ બાકી
- હાલોલ MGVCL કરવા ગયુ કંસાર અને થઈ ગયુ થુલુ
- રિબેટ બાબતે અત્યાર સુંધી અંધારા માં રહેલી ચૂંટાયેલી પાંખ ચીફ ઓફિસરે આંખો ખોલી
- હાલોલ નગર પાલિકાને અભિયાસુ અને વિવાદ ઉકેલવામાં પાવરધા અધિકારી મળ્યા છે તેનુ હાલોલ નગરજનોએ ગર્વ લેવુ જોઇયે