Connect with us

Panchmahal

બાળલગ્ન કરવા કે કરાવવા એ કાયદાકીય ગુનો બને છે લોકો જાગૃત બની, બાળલગ્ન ન થાય તે માટે ખાસ તકેદારી રાખે

Published

on

Child marriage becomes a legal offense. People should be aware and take special care to avoid child marriage.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે ગુનો બને છે.

પંચમહાલ જીલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાંય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતીયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જેથી પંચમહાલમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે.

Advertisement

આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા,મંડપ ડેકોરેશન,ડી.જે,બેન્ડબાજાવાળા,ફોટોગ્રાફર, સહીતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સમૂહલગ્નના આયોજકો તથા વર-કન્યાના માતાપિતા સહિત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે કાયદાકીય ગુનો નોંધાય છે.

Child marriage becomes a legal offense. People should be aware and take special care to avoid child marriage.

આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે. તેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સાથે શિક્ષાપાત્ર બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સમુહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડી.જે., બેન્ડબાજાવાળા, સહિતના મદદગારી કરનાર તમામ ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Advertisement

જીલ્લામાં કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો નીચે મુજબની કચેરીમાં તાત્કાલીક જાણ કરવાની રહે છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંય તળીયે, જીલ્લા સેવા સદન -૨, કલેક્ટર કચેરી કંમ્પાઉન્ડ, ગોધરા, જી.પંચમહાલ ફોન નં. ૦૨૬૭૨-૨૪૧૪૮૭, મો.નં. ૯૪૨૮૦૨૯૨૫૦, જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૫૯ અને ૬૦ , પ્રથમ માળ, જીલ્લા સેવા સદન -૨, કલેક્ટર કચેરી કંમ્પાઉન્ડ, ગોધરા જી.પંચમહાલ ફોન નં. ૦૨૬૭૨-૨૪૩૪૮૦, મો. ૮૫૧૧૭૦૨૮૦૯, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮, અભયમ ૧૮૧, પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦ પર જિલ્લાના નાગરિકોને સંપર્ક કરવા સમાજ સુરક્ષા અધિકારી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!