Connect with us

Dahod

ઝાલોદ બાળ ક્રિડાંગણના રમત ગમતના તૂટેલા અને કટાયેલા સાધનો સાથે બાળકો જીવના જોખમે રમી રહ્યા છે

Published

on

Children are risking their lives playing with the broken and torn playground equipment of Jalod Children's Playground.

(પંકજ પંડિત દ્વારા)

ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળકો માટે રમત ગમતના સાધનો સાથે રમવા માટે નગરપાલિકા દ્વારા બાળ ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે. આ બગીચામાં જે રામત ગમતના સાધનો છે તે બધા કટાયેલા ,તૂટેલા તેમજ ભંગાર હાલતમાં જોવા મળી રહેલ છે. આ બાળ ક્રિડાંગણ નગરપાલિકા બનાવ્યા બાદ ભૂલી ગયેલ હોય તેવું લાગી રહ્યું છે. આ બાળ ક્રિડાંગણમાં સાફ સફાઈ પણ જોવા મળતી નથી. ઝાલોદ નગરમાં વસ્તીની દ્રષ્ટિએ રમતગમતના સાધનો સાથેના બગીચા વધુ હોવા જોઈએ પરંતુ વર્ષો પહેલાં બનેલ આ બાળ ક્રિડાંગણ સમય જતાં જર્જરીત બની ગયેલ છે. આજદિન સુધી નગરપાલિકા આ બાળ ક્રિડાંગણને લઈ ગંભીર જોવા મળતું નથી.

Advertisement

Children are risking their lives playing with the broken and torn playground equipment of Jalod Children's Playground.

અહીંયાં જે સાધનો છે તે કટાયેલા છે અને બાળકો આવા સાધનો સાથે રમત ગમત કરતા જોવા મળેલ હતા.આ સાધનો સાથે રમતા બાળકોને વાગી જવાનો ડર પણ રહે છે અને કેટલીય વાર બાળકોને રમતા રમતા કટાયલા સાધનોને લીધે ઇજા પણ થયેલ છે. આ કટાયેલા સાધનો સાથે બાળકો જીવના જોખમે ત્યાં રમતા જોવા મળે છે. બાળકોને નાની નાની ઇજાઓ તો કટાયેલા સાધનોને લીધે થાય છે પણ કોઈ દિવસ કોઈ મોટી ઇજા થશે તો તેના માટે જવાબદાર કોણ….❓આ સાધનોનું નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું રખરખાવ રાખવામાં આવતું નથી. નગરજનોમાં એવો ગણગણાટ જોવા મળે છે કે નગરપાલિકા પાસે બાળ ક્રિડાંગણના નવા રમતના સાધનો માટે કોઈ માંગ કરવામાં નથી આવતી સરકાર પાસે કે પછી કોઈ ગ્રાંટ આવે છે તેનો બારોબાર વહીવટ થઇ જાય છે તેવા ઉલઝાયેલા પ્રશ્નો નગરજનોમા થઇ રહેલ છે. હવે હકીકત તો નગરપાલિકાને જ ખબર પરંતુ નગરજનો નવાં સારી ક્વૉલિટીના રમતના સાધનો અહીંયાં લગાવવામાં આવે તેવી લોકમાંગ કરી રહેલ છે.

Advertisement
error: Content is protected !!