Chhota Udepur

છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાનો રોડ શૉ

Published

on

આજ રોજ છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા હાલોલ થી રેલી સ્વરૂપે ગાડીઓના કાફલા સાથે ઘોઘંબા આવી પહોંચ્યા હતા ઘોઘંબા ફાટક ત્રણ રસ્તા થી લઈને રાજગઢ સુધી રેલી યોજી હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધન ના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ ના હોદ્દેદાર કાર્યકરો ઉત્સાહ સાથે જોડાયા હતા.

આ રેલીમાં છોટાઉદેપુરના નેતા ગણ સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સંજયસિંહ સોલંકી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ એસટી સેલ પ્રમુખ ગુલસિંહ રાઠવા. ગુજરાત પ્રદેશ એસટી સેલ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાઠવા.આમ આદમી પાર્ટીના યુવા સંગઠનના પ્રમુખ ગુલાબસિંહ રાઠવા ઉપપ્રમુખ કમલેશ રાઠવા. હેમંતભાઈ રાઠવા. સહિતનાગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version