Chhota Udepur

ગ્રામ્ય જીવન ધબકતુ કરવા છોટાઉદેપુર કલેક્ટરની સરાહનીય જહેમત

Published

on

વહીવટી કુશળતા અમુક વખતે “આંતરસુઝ”ઉપર વધુ આધારીત હોય છે મુખ્યમંત્રીએ નક્કી કરેલા ગામની મુલાકાત તો રાજ્યભરના આઇ.એ.એસ અધીકારીઓ લેતા હોય  છે. પરંતુ “ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે” તે મુજબ ગ્રામ્ય જીવનની બારીકાઇથી નીરખવાની પારખુ નઝર બહુ જુજ ધરાવતા હોય તેમાના એક છે છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અનિલ ધામેલિયા, તેઓ વારંવાર જિલ્લાનો ચિતાર તો મેળવતા જ પણ સાથે સાથે ગ્રામ્યજીવનનુ સ્તર ઉંચુ લાવવા શું કરવુ?

તેના આગ્રહી કલેકટર અનિલ ઘામેલીયા છોટાઉદેપુરના ગામડાને ધબકતા કરવા માંગે છે એક તરફ સરકારના આદેશ બીજી તરફ છોટાઉદેપુર કલેક્ટરની દ્રઢ ઇચ્છા શક્તિ બંનેનુ સંકલન થતા ગામડાની મુલાકાત યથાર્થ બની હોવાનુ તારણ નીકળે છે, ઉચ્ચ કક્ષાના આદેશ પાલન કરવા અને વહીવટી સંવેદના સાથે પાલન કરવુ તે બે વચ્ચે તફાવત છે ત્યારે આ સંવેદના સાથે છોટાઉદેપુર જીલ્લા કલેક્ટરનો આ રીતે ગ્રામ્ય વિસ્તારની મુલાકાતનો અભિગમ ગ્રામ્ય જીવન માટે અને સરકારના અભિગમને નવા આયામ દર્શાવનારો ગણાય છે,

Advertisement

ગત સપ્તાહના પ્રારંભે જેતપુરપાવીના બાર ગામની મુલાકાત બાદ જીલ્લા કલેક્ટર અનિલ ઘામેલિયાએ તાલુકાના ગામોની મુલાકાત લઇ ગ્રામ પંચાયત, વાજબી ભાવની દુકાન વગેરેની મુલાકાત લઇ જરૂરી ચકાસણી કરી નિયમોના ચુસ્ત પાલનનો આગ્રહ રાખી  મુલાકાત લઇ જરૂરી સાવચેતી પગલાની સુચનાઓ આપી જે અંગે વિઝીટ જ માત્ર લેવી એમ નહી પરંતુ લગત પ્રાંત અધીકારી અને મામલતદારને પણ જરૂરી પગલા અને દેખરેખની સુચનાઓ આપી સાથે સાથે સરકારમાં પણ રીપોર્ટ કરી વાસ્તવિક ચિતાર આપ્યો.

મુળ બાબત એ છે કે સરકારની સુચના છે તો સ્ટીરીયોટાઇપ વિઝીટ નહી પરંતુ અનિલ ઘામેલિયાનો ધ્યેય એક જ રહ્યો છે કે ગામડાઓની સ્થિતિ શું છે જનજીવન કેવુ ચાલે છે મુશ્કેલીઓ શું છે વગેરે જાણી તે દિશામા નક્કર કામ કરવા તેઓ કટિબદ્ધ હોવાનુ તારણ આ મુલાકાતો પરથી નીકળે છે.

Advertisement

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

 

Advertisement

Trending

Exit mobile version