Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

Published

on

Chotaudepur district BJP executive meeting was held, Lok Sabha elections were discussed

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લા ભાજપની આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કવાંટ તાલુકામાં ધારાસભ્યના કાર્યાલય ખાતે સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી. કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.

Advertisement

બેઠકમાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે.જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.

Chotaudepur district BJP executive meeting was held, Lok Sabha elections were discussed

ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી જયદીપભાઇ રાઠોડ, ઉપાધ્યક્ષ જશુભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી રમેશભાઈ રાઠવા, પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ પૂર્વ જિલ્લા ભાજપા મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, કવાટ તાલુકા સંગઠનના પ્રમુખ રમણસિંહભાઈ રાઠવા સૌ જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!