Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લા ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઇ

Published

on

Chotaudepur District Development Coordination and Monitoring Committee meeting was held
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની મેં-૨૦૨૩ સુધીની યોજનાઓ, કાર્યો અને અમલીકરણ એજન્સીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનો ઉદ્દેશ છે જે પૂર્ણ કરવા માટે આપણે સૌએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કાર્ય કરવાનું છે અને અમને સૌને આશા છે કે બધા આધિકારીઓ આપણા જીલ્લાને ગૌરવ આપાવે અને આપણા જીલ્લાનું નામ રોશન કરે.
Chotaudepur District Development Coordination and Monitoring Committee meeting was held
રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.  સાંસદ ગીતાબેન રાઠવા અને અન્ય મહાનુભાવોએ બેઠક દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમલી અનેક યોજનાઓની મેં-૨૦૨૩ અંતિત કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. સમીક્ષા કરતી વખતે જરૂર જણાયુ સાંસદ અને મહાનુભાવોએ ઉપયોગી સૂચનો કરી વિકાસને વેગવંતો બનાવવા માટે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ આરએસી કે.ડી. ભગતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.  બેઠકમાં જીલ્લા પંચાયતના અધિકારીઓ, સીડીએચઓ, ચોબીસા, આયોજન અધિકારી ડાભી, શિક્ષણાધિકારી કે.બી. પાચાણી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિરલ વસાવા, નાયબ કલેકટર અમીત ગામીત, કાર્યપાલક ઇજનરો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા પંચાયતોના પ્રમુખો, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
error: Content is protected !!