Connect with us

Chhota Udepur

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Published

on

Chotaudepur District Level Yoga Day was celebrated under the chairmanship of Chotaudepur MP Gitaben Rathwa.

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સરાહનીય પ્રયાસોથી યોગવિધા વૈશ્વિક વિરાસતમાં સામેલ થયું છે જે ગર્વની વાત છે.

આજની આ ભાગ દોડભરી જીંદગીમાં શરીર સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ ખૂબ જરૂરી છે એમ જણાવી તેમણે યોગ માત્ર કસરત નહીં પણ અંત:કરણથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ છે એમ તેમણે જણાવ્યું હતું.
વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રવાસે ગયેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે સંયુકત રાષ્ટ્રસંઘના કાર્યાલય ખાતેથી યોગ દિવસની ઉજવણીમાં સામે થશે એમ જણાવી તેમણે રાષ્ટ્ર કક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે જેમાં સવા લાખ લોકો યોગ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન પ્રાપ્ત કરશે એમ જણાવ્યું હતું.

Advertisement

Chotaudepur District Level Yoga Day was celebrated under the chairmanship of Chotaudepur MP Gitaben Rathwa.

આ ઉપરાંત તેમણે આરોગ્યમય જીવન જીવવા માટે સૌ યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવું પડશે એમ જણાવ્યું હતું.

છોટાઉદેપુરની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકામથકોએ, છોટાઉદેપુર જીલ્લાના ૭૫ અમૃત સરોવર, છોટાઉદેપુર જીલ્લાના ૭૫ પ્રાકૃતિક ખેતીના સ્થળો પર ખેડૂતો દ્વારા અને નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ બ્રાંચ ખાતે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આઇકોનિક સ્થળો જેવા કે, સુખી કેમ, વાઘસ્થળ ડુંગર, ઝંડ હનુમાન મંદિર, ઇકો ટુરિઝમ કેવડી, નાની અંબાજી નસવાડી, પંચેશ્વર મંદિર, સંખેડા, છોટીઉમર નર્મદા ખાતે મહારાષ્ટ્ર બોર્ડર પર અને છોઢવાણી મંદિરના સંતો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.

Advertisement

છોટાઉદેપુર ખાતે યોજાયેલી આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, પ્રયોજના વહીવટદાર સચિન તોમર, પ્રોબેરનરી આઇ.એ.એસ રાઠોડ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, જીલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઇ ભીલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડઝ, જી.આર.ડીના જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના અધિકારી કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!