Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા નાં સામાજિક કાર્યકરો દ્વારા પદ્મ શ્રી પુરષ્કૃતો નું દિલ્હી માં સ્વાગત શુભેચ્છાઓ પાઠવી

પ્રતિનિધિ, કાજર બારીયા
૫ એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા તથા ખ્યાતનામ ભજનીક હેમંત ચૌહાણ નું છોટાઉદેપુર જિલ્લામાં થી વાલસિંગભાઇ રાઠવા પાણીબાર ,શનિયાભાઇ રાઠવા કવાંટ, પિંટુભાઈ રાઠવા કવાંટ, હિમાંશુ ભાઈ રાઠવા કવાંટ, ચંદ્રવદન રાઠવા કવાંટ, નારણભાઈ રાઠવા કવાંટ ક્રાંતિ રાઠવા કવાંટ તથા ધર્મેશભાઈ ડુંગરગામ સહિત નાં સામાજિક કાર્યકરોએ છોટાઉદેપુર ખાતે થી ખાસ ઉપસ્થિત રહીને હોટલ અશોકા દિલ્હી ખાતે સ્વાગત -સન્માન શુભેચ્છાઓ પાઠવી હતી.