Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા બોડેલી ખાતે જિલ્લા નાં પ્રાઈવેટ ડોક્ટરો નો ટીબી કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો .
પ્રતિનિધિ, કાજર બારીયા
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા પ્રાઈવેટ ડોક્ટરો પણ ટીબી રોગના દર્દીઓ શોધવામાં તથા ટીબી રોગના દર્દીઓ ને સારવાર આપવામાં મદદરૂપ થઇ શકે તે હેતુથી આજે હોટલ મહાલક્ષ્મી બોડેલી ખાતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી વિભાગના ડબલ્યુએચઓ કલ્સંટંટ ડો.હાર્દિક નકશીવાલા તેમજ સુમનદીપ મેડિકલ કોલેજ નાં નિષ્ણાત ફિજિશયન ડો.ઉજ્વલ જૈન ઉપસ્થિત રહી પ્રાઈવેટ ડોક્ટરો ને ટીબી રોગ વિશે તથા સરકાર દ્વારા ટીબી રોગના દર્દીઓ ને અપાતી સેવાઓ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. અને ટીબી રોગના દર્દીઓ ને કોમ્યુનિટી માંથી વહેલી તકે શોધી શકાય તે માટે પ્રાઈવેટ ડોક્ટરો સહિત સમાજના દરેક વર્ગના લોકો કંઇ રીતે મદદરૂપ થઇ શકે તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
વર્કશોપ માં જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર થી આરસીએચઓ ડો.એમટી છારી તથા જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ તેમજ જિલ્લા નાં તમામ તાલુકા આરોગ્ય અધિકારી ઓ ડો. જિગ્નેશ રાઠવા ,ડો. પ્રશાંત વણકર, ડો.વિકાશ રંજન ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં કુલદીપ સિંહ ગોહિલ, વાલસિંગભાઈ રાઠવા તથા તાલુકા ટીબી સુપરવાઈઝરો અજયસિંહ સોલંકી,હિરેન રાજપૂત તથા શ્રીજી હોસ્પિટલ બોડેલી નાં ફિઝિશયન અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન છોટાઉદેપુર જિલ્લા નાં પ્રમુખ ડો.સ્નેહલ રાઠવા સહિત મોટી સંખ્યામાં પ્રાઈવેટ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.