Chhota Udepur
છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કેસમાં નવા ખુલાસા, નકલી ઈજનેર સંદીપ રાજપૂતના વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં બોગસ સરકારી કચેરી દર્શાવીને સરકારને કરોડોનો ચુનો લગાવનાર નકલી ઈજનેર સંદીપ રાજપૂતની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. સરકારને ચુનો લગાડ્યાની ઘટના સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. જો કે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ એસ આઇ ટી ની રચના કરવામાં આવી હતી.
મહત્વનું છે કે નકલી ઈજનેર સંદીપ રાજપૂતના તપાસમાં વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા છે. બેન્ક એકાઉન્ટ મળ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોની લેવડ-દેવડની વિગતો મંગાવવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસે તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પંચાયતની કાર્યપાલક ઈજનેર કચેરીના કેટલાક અધિકારી, કર્મચારીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. વ્રજ કોમ્પલેક્ષના રૂમ નંબર ૨૧૦ ના માલિકની પૂછપરછ કરવામાં આવી છે