Chhota Udepur

છોટાઉદેપુર નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે મોટો ખુલાસો

Published

on

પ્રતિનિધી, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસે સીટ ની રચના કરી અગાઉ સાત આરોપી ની પોલસે ધરપકડ કરી હતી છોટાઉદેપુર પોલીસની પૂછ પરછ દરમિયાન ૨૧.૧૫ કરોડ ની છેતરપિંડી બહાર આવી હતી ત્યારે ત્રણ આરોપી પૂર્વ પ્રાયોજના અધિકારી બી.ડી નીનામાં, પૂર્વ પ્રાયોજના અધિકારી વી.સી.ગામીત અને આગાઉ પોલીસ ના હાથે ઝડપાયેલ અબુબકર સૈયદ ના ભાઈ એજાજ હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબ્જો લીધો હતો.

ત્યારે એજાજ હુસેન સૈયદે સંદીપ રાજપૂત નો ડ્રાઈવર બની ને સાથે ફરતો હતો, એજાજ સૈયદ આરોપી ના બેંક એકાઉન્ટ નું હેન્ડલિંગ કરતો હતો હતો,આ સમગ્ર કૌભાંડ ૨૦૧૬ થી શરુ થયું હતું. જે ને કારણે તે વખત નાં તત્કાલીન એડિશનલ કલેક્ટર બી.ડી. નીનામા દાહોદ જેલના કબ્જા મા હતા તેનો છોટાઉદેપુર પોલીસે કબ્જો લીધો હતો અને પોલીસે અગાઉ ૨૪ એકાઉન્ટ ફીજ કર્યા હતા જેમાં ૨.૯૬ કરોડ ફીઝ કર્યા હતા. અત્યાર સુધી પોલીસે ૩ કરોડ ૧૭ લાખ રૂપિયા ફીઝ કરાવવામાં સફળ થઇ છે. જયારે ૪ લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવરી કર્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાડીઓ દ્વારા ગાંધીનગર નો એક નકલી ઓર્ડર બનાવી બેંક મા રજૂ કર્યો હતો. જે તપાસ મા એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હતી અને ગાંધીનગર ની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યૂ કર્યો નથી તેવી ચોંકાવનારી માહિતી આપી છે.

Advertisement

Trending

Exit mobile version