Chhota Udepur
છોટાઉદેપુર LCB એ ચોરીની બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એમ.પી. બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક ઇસમ ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. લઇને મધ્યપ્રદેશ રાજ્યના અંધારકાચ ગામ તરફથી ગુજરાત રાજ્યના સિંહાદા ગામ તરફ આવતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદરી ઇસમ ઉપર શંકા જતા તેને કોર્ડન કરી પકડી પાડી વાહન અંગે પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી ખાત્રી તપાસ કરતા પાનવડ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે આઠ દિવસ અગાઉ ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૦૨૩૦૦૬૨/૨૦૨૩ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોય જેથી મોટર સાયકલની કિ.રૂ.૪૦,૦૦૦/- ની ગણી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને પાનવડ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.