Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર એલસીબીએ પોકેટ કોપ દ્વારા બે વાહન ઉઠાવગીરને ઝડપી લીધા

Published

on

Chotaudepur LCB nabbed two vehicle thieves through pocket cops
  • બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ મોટર સાયકલોને ગણતરીના કલાકોમાં બે આરોપીઓ સાથે શોધી કાઢી તેમજ ભરૂચ, સૂરત, પંચમહાલ જીલ્લાઓમાં દાખલ થયેલ મો.સા ચોરીના ગુનાઓ શોધી કાઢી છોટાઉદેપર એલ.સી.બી એ પ્રશંસનીય કામગીરી કરી હતી

ઉચ્ચ અધિકારીની સુચના મુજબ વી.એસ.ગાવિત પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી શાખા છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલ બાતમી હકીકત આધારે હલ્દી મહોડી ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બે ઇસમો રોયલ એન્ડફીલ્ડ બુલેટ નંબર વગરની લઇને આવતા તેઓના ઉપર શંકા જતા બુલેટ ચાલકને કોર્ડન કરી પકડી પાડી બુલેટની માલીકી અંગેના આધાર-પુરાવા માંગતા તેઓની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી એન્ડફીલ્ડ બુલેટના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી પોકેટ કોપ મોબાઇલમાં ખાત્રી તપાસ કરતા સદર એન્ડફીલ્ડ બુલેટનો સાચો નંબર જીજે-૩૪-ડી-૬૪૧૨ નો જણાય આવેલ હોય જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશન એ ૧૧૧૮૪૦૦૧૨૩૧૧૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો ત્રણ દિવસ પહેલા દાખલ થયેલ હોવાનું જણાય આવેલ જેથી પકડાયેલ ઇસમોને વધુ પુછપરછ કરતા સદરી ઇસમોએ જણાવેલ કે પોતાના મિત્ર શૈલેષભાઇ રહે નાની વડોઇ તા.કઠઠીવાડા જી.અલીરાજપુર નાનો ગુજરાત રાજયમાંથી મો.સા ચોરી કરી લાવી પોતાના ગેરેજ ઉપર આપી જતો જે ચોરીની મો.સાના પાર્ટસ જરૂરીયાત મુજબ કાઢી લઇ અમો રીપેરીંગમાં આવતી મો.સામાં નાખી આપતા હોવાનું જણાવતા સદરીના ગેરેજમાં જઇ તપાસ કરતા ચોરીની મો.સા તથા મો.સાના એન્જીન મળી આવેલ જે મો.સા તથા એન્જીન નંબર પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી ખાત્રી તપાસ કરતા ચોરીના હોવાનું જણાય આવેલ જેથી ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી મો.સા તથા મો.સાના એન્જીનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Chotaudepur LCB nabbed two vehicle thieves through pocket cops

પકડાયેલ ઈસમનુ નામ (૧) વાહીદભાઇ સહીદભાઇ શેખ રહે.કઠઠીવાડા મેઇન બજાર તા.કઠઠીવાઠા જી.અલીરાજપુર (૨) એઝાઝભાઇ સહીદભાઇ શેખ રહે.કઠઠીવાડા મેઇન બજાર તા.કઠઠીવાડા જી.અલીરાજપુર પકડવાના બાકી ઈસમનુ નામ: શૈલષભાઇ જેના પુરા નામ ઠામની ખબરનથી. કબ્જે કરવામાં આવેલ મુદામાલ (૧) રોયલ એન્ડફીલ્ડ બુલેટ ર.જી નંબર જીજે-૩૪-ડી-૬૪૧૨ની કિ.રૂ. ૯૦,૦૦૦/ (૨) એસ.પી સાઇન મો.સા ર.જી નંબર જીજે-૨૨-એન-૨૨૪૯ ની કિ.રૂ. ૪૦,૦૦૦/- (3) સ્પ્લેન્ડર મો.સા ર.જી નંબર જીજે-૩૪-એમ-૨૮૫૭ ની કિ.રૂ. ૬૦,૦૦૦/- (૪) મોબાઇલ નંગ-૨ ની કિ.રૂ. ૧૦,૦૦૦/- (૫) મો.સાના એન્જીન નંગ-૫ ની કિ.રૂ. ૦૭,૦૦૦/ કુલ કી.રૂ ૨,૦૭,૦૦૦/ શોધી કાઢવામાં આવેલ ગુનાઓ. (૧) બોડેલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૮૪૦૦૧૨૩૧૧૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ. બોડેલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૩૦૮૮૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ.(૩) કોસંબા પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં ૬૪/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ. (૪) દામાવાવ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૭૦૭૭૨૧૦૩૯૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ. (૫) નબીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં ૨૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ની અટકાયત કરવામા આવી હતી. તેમજ પોલીસ દ્વારા આ અંગે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!