Chhota Udepur

આજ બાકી હતુ ટાયરની પણ ચોરી છોટાઉદેપુર LCB પોલીસે ચોર ને પકડી પાડ્યો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચે પાનવડ પો.સ્ટે. વિસ્તારમાંથી પાણીના ટેન્કરના ટાયરની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ટાયર ચોરની ધરપકડ કરી છે.

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સુચનાથી સમગ્ર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ હોઈ જે અન્વયે. પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.ગાવિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ તેઓના સ્ટાફના પોલીસ માણસો સાથે પાનવડ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે, પાનવડ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ આરોપી ઘરે હાજર હોય જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સદરી ઇસમના ઘરે જઇ તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવતા તેને ઝડપી લીધો હતો.

Advertisement

છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચે કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રૂમડીયા ગામે રહેતો સંજયભાઇ દિનેશભાઇ રાઠવાની ધરપકડ કરી છે. તેની પાસેથી ટેન્કરના બન્ને ટાયરો, જેક, લોખંડની ટામી કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તે પોતે તથા તેના મિત્ર દિલ્પેશભાઇ ફુરકનભાઇ રાઠવા રહે.રૂમડીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર બન્ને સાથે મળી રૂમડીયા ગામેથી પાણીના ટેન્કરના બન્ને ટાયરો જેક વડે ટામી તથા લોખંડના પાનાથી ખોલી છુટા પાડી ચોરી કરી લાવેલ અને વેચવા સારુ સંતાડી મુકી રાખેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઇસમને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version