Chhota Udepur
છોટાઉદેપુર એલસીબી પોલીસે ચોરીની ઇક્કો ગાડી સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે સુરત શહેર માંથી ચોરાયેલ ઇક્કો ફોર વ્હિલર ગાડી લઇને બે ઇસમો મધ્યપ્રદેશ બાજુ થી પાનવડ તરફ આવે છે તેવી બાતમી હકિકત આધારે કનલવા ગામ પાસે વોચ નાકાબંધી કરી ઇક્કો ગાડી પકડી પાડી તેની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી ન આવતા તેને ગલ્લાતલ્લા કરવાં લાગ્યા હતા.
પોલીસે ત્વરીત અસરથી ઇક્કો ફોર વ્હિલર ગાડીનાં ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા તેનો રજી.નં.જીજે-૦૫-સી ક્યું-૬૪૨૧ નો જણાઇ આવતાં સદર ઇક્કો ફોર વ્હિલર ગાડી બાબતે સુરત શહેર ખાતે તપાસ કરતા સદર ઇક્કો ગાડી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી આશરે વિસેક દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી થયેલ હોવાનુ જણાઇ આવતા જે બાબતે સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૭૦૨૩૦૦૨૮/૨૦૨૩ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો દાખલ હોવાનુ જાણવા મળ્યુ હતું. બન્ને આરોપીઓ રાજેન્દ્ર રેમલાભાઇ ઠકરાલા તથા હિતેશ વિઠ્ઠલભાઈ રાઠવાની ધરપકડ કરી કવાંટ પોલીસના હવાલે કર્યો હતા.