Chhota Udepur

છોટાઉદેપુર ધારાસભ્ય ને ટીબી રોગના દર્દીઓ ને દતક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાર,ખટાસ અને મુવાડા,કદવાલ, ડુંગરવાંટ પાવીજેતપુર સહિત નાં ટીબી રોગની સારવાર લઈ રહેલા ૫૦ થી વધુ જરુરીયાતમંદ દર્દીઓ ને દેશના માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ નિક્ષય મિત્ર અંતર્ગત પૌષ્ટિક આહાર કીટ વિતરણ વ્યવસ્થા કરવા બદલ છોટાઉદેપુર વિધાનસભા નાં માનનીય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ ટીબી ડીવીઝન દિલ્હી ની નિક્ષય સાઇટ પર ઓનલાઈન પ્રશસ્તિ પત્ર મોકલતાં આજરોજ જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને રૂબરૂ મળી ને એનાયત કર્યું હતું ,આ સમયે જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તથા તાલુકા ટીબી સુપરવાઈઝર વિનોદભાઈ વણકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના માનનીય વડાપ્રધાન દ્વારા વર્ષ -૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ઉપલબ્ધ મફત નિદાન અને સારવાર ઉપરાંત ટીબી રોગના દર્દીઓને ડીબીટી દ્વારા દર મહિને પાંચસો રૂપિયા જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ,સાથે સાથે જરુરીયાત મંદ દર્દીઓ માટે કોમ્યુનિટી માંથી પણ લોકો ની ભાગીદારી થી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વધારાની સેવા ઓ દ્વારા ટીબી રોગના દર્દીઓ ને વહેલી તકે અને સંપૂર્ણ રીતે રોગમુકત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version